ગુજરાતમાં શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ ગમે તે રંગના ગરમ કપડાં પહેરી શકશે એક જ કલરના કપડાં પહેરવાની શાળાઓની મનમાની નહીં ચાલે શિક્ષણ મંત્રી પાનસેરીયા - At This Time

ગુજરાતમાં શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ ગમે તે રંગના ગરમ કપડાં પહેરી શકશે એક જ કલરના કપડાં પહેરવાની શાળાઓની મનમાની નહીં ચાલે શિક્ષણ મંત્રી પાનસેરીયા


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા વિદ્યાર્થીઓને શિયાળાની ઋતુમાં ગમે તે રંગના ગરમ કપડાં પહેરવાની છૂટછાટ આપવા નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગરને શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જેના પગલે શિક્ષણ અધિકારી દ્વારા એક પત્ર જાહેર કરી જિલ્લા શિક્ષણ અધિકારી, તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તમામ શાસન અધિકારી, તમામ ને ઉપરોક્ત વિષય અને સંદર્ભ રત્વે શિક્ષણ મંત્રી પાનસેરીયાએ જણાવ્યું છે કે હાલ શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે. અને સાથે સાથે ઠંડા પવન પણ ફુકાઈ રહ્યા છે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં. આ ઉપરાંત ઋતુ આધારિત આ સૂચનાનું કાયમિક ધોરણે પાલન થાય તે જોવા તાકીદ કરવામાં આવી છે. તેથી દરેક વખતે આવી સૂચના આપવાની જરૂર નહીં રહે ઉપરોક્ત બાબતે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂરિયાત સૂચના આપવા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ એ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.