સાયલા તાલુકાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર સ્કૂલ નં-૩ સાયલાની સિદ્ધિ હાંસલ કરી છે. - At This Time

સાયલા તાલુકાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર સ્કૂલ નં-૩ સાયલાની સિદ્ધિ હાંસલ કરી છે.


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દર વર્ષે યોજાય છે.પ્રાથમિક શાળાના બાળકોમાં નાનપણથી જ ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણમાં રસ-રુચિ કેળવાય અને બાળક પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવે તથા આજુબાજુના પર્યાવરણને જાણે તથા બાળકમાં નાનપણથી વૈજ્ઞાનિક વૃત્તિ કેળવાય તેવા આશયથી આ પ્રદર્શન યોજવામાં આવે છે.
સમગ્ર સાયલા તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મોડેલ સ્કૂલ સાયલા ખાતે યોજાઈ ગયુ.પ્રદર્શનમાં કુલ ૫(પાંચ) વિભાગમાં સમગ્ર સાયલા તાલુકામાંથી કુલ ૧૨ સીઆરસી કેન્દ્રોમાંથી દરેક વિભાગમાંથી સીઆરસી કક્ષાના પ્રદર્શનમાંથી પ્રથમ-પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ કૃતિઓને તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવાનો હોય છે.
તાલુકા કક્ષાના પ્રદર્શનમાં નાનચંદ્રજી મહારાજ સાહેબ પે સેન્ટર સ્કૂલ નંબર-૩ સાયલાને ઝળહળતી સફળતા મળી છે.આ સ્કૂલની સીઆરસી કક્ષામાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ ૨(બે)કૃતિઓ હતી.જેમાં તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ૨(બે) કૃતિમાં નંબર પ્રાપ્ત કરીને જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
વિભાગ-૨ માં-પ્રથમ નંબર
બાળ વિજ્ઞાનિક-(૧)કણજરીયા વૈશાલીબેન
(૨)મોરી હેમાંશીબેન
માર્ગદર્શક શિક્ષક-પટેલ કોમલબેન
વિભાગ-૩ માં દ્વિતીય નંબર
બાળવૈજ્ઞાનિક-(૧)મોરી તેજશ્વીબા
(૨)શેઠ નિશીબેન
માર્ગદર્શક શિક્ષક-પટેલ કોમલબેન,જાદવ ભૂમિકાબેન
બાળ વૈજ્ઞાનિકની જળહળતી સફળતા બદલ શાળા પરિવાર દ્વારા પ્રાર્થના કાર્યક્રમમાં બાળાઓને મોમેન્ટો અને પુરષ્કાર આપીને સન્માનિત કર્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.