સૌથી વધુ હિજરત થતા ગામડા ઓને બચાવો પ્રાથમિક સુવિધા આપો દામનગર અમરેલી બોટાદ ભાવનગર ત્રણ જિલ્લા ના ૩૦ થી વધુ ગ્રામ્ય ને જોડતા માર્ગ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ મંજુર થયો છે ? - At This Time

સૌથી વધુ હિજરત થતા ગામડા ઓને બચાવો પ્રાથમિક સુવિધા આપો દામનગર અમરેલી બોટાદ ભાવનગર ત્રણ જિલ્લા ના ૩૦ થી વધુ ગ્રામ્ય ને જોડતા માર્ગ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ મંજુર થયો છે ?


સૌથી વધુ હિજરત થતા ગામડા ઓને બચાવો પ્રાથમિક સુવિધા આપો

દામનગર અમરેલી બોટાદ ભાવનગર ત્રણ જિલ્લા ના ૩૦ થી વધુ ગ્રામ્ય ને જોડતા માર્ગ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ મંજુર થયો છે ?

સિદ્ધાંતિક વહીવટી તાંત્રિક મંજૂરી જાહેર હિત માં જાહેર કરો

દામનગર શહેર માંથી અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન હસ્તક ના માર્ગ ઉપર આવેલ બેઠા કોઝવે ઉપર પુલ મંજુર થયો છે ? કે પછી ૨૫ વર્ષ થી (મામા) નું તંત્ર પ્રજા ને મામા જ બનાવે છે ? તત્કાલીન જિલ્લા પ્રમુખ હંસાબેન પીઢડીયા વખત થી વારંવાર સર્વે અને મંજૂરી મળી હોવા ની વાત માં સત્યતા કેટલી ? અમરેલી જિલ્લા પંચાયત હસ્તક રીબીન ડેવલોપમેન્ટ ૧૯૬૭ થી અબાદીત થયેલ રૂરલ રસ્તા ત્રણ જિલ્લા ના ત્રીસ થી વધુ ગ્રામ્ય ને જોડતા માર્ગ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા થી લોકો ને સહેલાય થી અવરજવર થઈ શકે વરસાદ ના ચાલતી પાણી રસ્તો બંધ રહેવા પામે છે તેથી અમરેલી જિલ્લા ના ૧ ઠાંસા ૨ મૂળિયાપાટ ૩ સુવાગઢ બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના વિકળિયા ઉમરાળા તાલુકા ના હડમતીયા ઠોડા લાખાવાડ ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ભૂતિયા સરકડીયા સહિત ના અસંખ્ય ગ્રામ્ય ની દામનગર સાથે ની અવરજવર માં અવરોધ રૂપ બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા ની માંગ માં વખતો વખત મંજૂરી મળ્યા નો ગબ્બારો વર્ષો થી ચલાવતા નેતા ઓ વાતવાતમાં વિકાસ ની વાતો કરે છે ત્યારે દામનગર સહિત ત્રણ જિલ્લા ના ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તાર માં પ્રાથમિક સુવિધા માટે પણ લબડવાનું ?શેનો વિકાસ ? ગામડા ઓમાં થી હિજરત વધી રહી છે કારણ પ્રાથમિક સુવિધા ઓનો અભાવ એક બાજુ સરકાર છેવાડા માનવી ને લાભવિન્ત કરવા પ્રસાર પ્રસાર કરી ગામડા માં પ્રાણ પુરવા પ્રત્યનશીલ છે ત્યારે ગામડા ઓની પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક વ્યવસ્થા તંત્ર ઉદાસીન કેમ ? વર્ષો થી પુલ ઉપર કોઝવે મંજુર થયા હોવા વાતો કરી દેશી દારૂ ના નશા ના કેપ જેમ જનતા ને વર્ષો થી કેપ માં રાખવાનું કારણ શું ? દામનગર શહેરી અને ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તાર નું ભલું ઇચ્છતા હો તો આ પુલ મંજુર થયો હોય તો બનાવો લોકો ના કર ના નાણાં થી ચાલતા વિકાસ કામો ની જાણકારી જનતા ને હોવું જોઈ એ સિદ્ધાંતિક વહીવટી તાંત્રિક મંજૂરી જાહેર હીત માં જાહેર કરો તેમ યુવા આર્મી ના સંજય નારોલા એ માંગ કરી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.