**ઝાલોદ બાંસવાડા મુખ્ય રોડ ખાતે ખાડા ખોદી નાખવામા આવતા કિચડ કાદવના લીધે રાહદારીઓ સહિત-વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો**
**ઝાલોદ બાંસવાડા મુખ્ય રોડ ઉપર ખાડા ખોદી નાખવામા આવતા રાહદારીઓ- વાહનચાલકો સહિતનાઓને હાલાકી વેઠવાનો વારો**
ઝાલોદ ન.પાલીકાના અણઘડ વહીવટના કારણે નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઝાલોદની પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે હાઇવે પર ખાડા ખોદી નાખવામાં આવતા કાદવ- કીચડથી રાહદારીઓ અને સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે.
ઝાલોદ નગરપાલિકામા છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે, આમ તો ઝાલોદ નગર પાલિકાની કામગીરી ઘણા સમયથી વિવાદમાં જોવા મળી છે. પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે હાઇવે પર ખાડા ખોદી નાખવામાં આવતા કાદવ- કીચડથી રાહદારીઓ પરેશાન બન્યા હતા. તેમજ પાલિકના ઈજનેર દ્વારા નવીન બનાવેલ સીસી રસ્તાઓ લેવલ પ્રમાણે બનાવવામાં ના આવતા નવા રસ્તાઓ જાણે ખાડામાં બેસી ગયેલો હોય તેમ લાગી રહ્યુ છે. લાખો રૂપીયાના ખર્ચે બનાવેલ રસ્તોમા લેવલીંગ ન જાળવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. શહેરમાં ધૂળ, ગંદકી, ડોર ટુ ડોર કચરા કલેશન વાહનની અનિયમિતતા જેવા અનેક મુખ્ય પ્રશ્નોથી નગરજનો ત્રસ્ત છે. ત્યારે પાલિકા ક્યારે એક્શનમાં આવીને નગરજનોની સમસ્યા દૂર કરશે એ મોટો સવાલ જોવા મળ્યો છે...
હાલ નગરમા ખડભડ સડકો તેમજ ધુળના કારણે નગરજનોને કયારે છુટકારો મળશે તેવી નગરજનોની રાવ જણાય આવે છે.....
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.