પોરબંદર ના હાઉશીંગ બોર્ડ કોલોનીમાં સિધેશ્વર મહાદેવ મંદિરની સાનિધ્યમાં લોક ડાયરો યોજાયો. - At This Time

પોરબંદર ના હાઉશીંગ બોર્ડ કોલોનીમાં સિધેશ્વર મહાદેવ મંદિરની સાનિધ્યમાં લોક ડાયરો યોજાયો.


સંગીત ને શબ્દો કે સરહદના સિમડા નડતા નથી તે અક્કાર થવાની સાધના છે::ડો. ઈશ્વર ભરડા

ગોસા(ઘેડ)તા.૨૩/૧૧/૨૦૨૪
પોરબંદર ના બિરલા રોડ જી.ઈ. બી.કોલોની ના ગેઇટ સામે આવેલ હાઉશીંગ બોર્ડ કોલોની ખાતે તાજેતરમાં સિધ્ધેશ્વર મહાદેવ મંદિરની સાનિધ્યમાં ગુજરાત રાજય સંગીત-નાટક અકાદમી ગાંધીનગર ના ઉપક્રમે અને લોકસાહિત્ય સેવા સમિતિ ભવ્ય દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકડાયરાના પ્રારંભમાં સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટ પ્રમુખ જગદીશભાઈ પટેલે આ મંદિર ના પરિસર માં આધાત્મિક, સાહિત્યિક, સામાજીક, શૈક્ષણિક અને સેવાકીય યુવા મંડળ અને સતસંગ મહિલા મંડળ દ્વારા પ્રવૃતિઓ થતી રહે છે. તેમ જણાવી ગુજરાત રાજય સંગીત-નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગ થકી અને લોક સાંસ્કૃતિક સેવા સમિતિ દ્વારા આ યોજાયેલા આ લોકડાયરાને દીપાવાવ ઉપસ્થિત મહાનુભૂવોનું શન્દ કુમકુમ દ્વારા મીઠો આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે પોરબંદર છાંયા નગરપાલિકા ના વોર્ડ નં. ૧૧ ના કાઉન્સિલર કાંતિભાઈ કાણકિયાએ હાઉસિંગ બોર્ડ કોલોની, લક્ષ્મીનગર અને નવયુગ શિક્ષક કોલોની તેમજ દરજી સોસાયટી માં દર વર્ષભર થતી વિવિધ પ્રવૃત્તિ ના આયોજકો ને અભિનંદન આપી સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારો ને પુષ્પ માલા દ્વારા સન્માનિત કર્યા હતા.
લોકડાયારા ના અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલા પોરબંદર ની ખ્યાતનામ વી.આર.ગોઢાણીયા બી. એડ. કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે સંગીત, સાહિત્ય, નાટક એ સર્વ વ્યાપી છે. સંગીત ને કોઈ શબ્દ કે સરહદના સીમાડા નડતા નથી. ચિત્તને શાંતિ અને ઈશ્વર સુધી એકકાકાર થવાની સાધનાનું સાધન સંગીત છે. તેમણે ગુજરાત રાજય સંગીત-નાટક અકાદમીની સંસ્કાર ધડતર ની પ્રવૃત્તિ ને બિરદાવી હતી.
ગુજરાત રાજય સંગીત-નાટક અકાદમી ગાંધીનગર ના ઉપક્રમે અને લોક સાંસ્કૃતિક સેવા સમિતિ દ્વારા યોજાયેલા આ લોકડાયરામાં સોંરાષ્ટ્ર ના જાણીતા કલાકારો માં નાગાજણભાઈ મોઢવાડીયા, અમિતભાઇ ઓડેદરા, ક્રિષ્નાબેન કુબાવત સહિત ના કલાકારોએ ઉપસ્થિત રહીને સંતવાણી, લોકસાહિત્ય, દેશ ભક્તિ ગીતો પોત પોતાના મધુર સુરીલા કંઠેથી પ્રસ્તુત કરી ભક્તિમય વાતાવરણ ઉભું ઉપસ્થિત સહુને કરી ડોલાવ્યા હતાં.
લોકડાયરામાં સાંજીદોમાં બેન્જો વાદકમાં કીશોરભાઈ પરમાર, તબલા વાદકમાં અશ્વિનભાઈ જેઠવા તેમજ મંજીરાના માણીગર માં કાંતિભાઈ ઝાલા, રવિભાઈ ઓડેદરા અને લાલાભાઇ સુર સંગીત પીરસ્યા હતા. જયારે વિડીયો ગ્રાફીમાં જાણીતા શિવકૃપા વિડીયો અને માઈક સિસ્ટમ માં વચ્છરાજ સાવન દેગામ વાળાનો ઉમદા સહયોગ મળ્યો હતો.
આ લોક ડાયરામાં પોરબંદર માં આરોગ્ય, શિક્ષણ, સમાજ અને સેવા ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓમાં અનોખું યોગદાનનુ સ્થાન ધરાવતા દાનવીર દાતા એવા સાગર સમન્વય અને પાયોનીયર ક્લબ ના પ્રમુખ પ્રવીણભાઈ ખોરવા ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
પોરબંદર ની લોક સાંસ્કૃતિક સેવા સમિતિ દ્વારા યોજાયેલા લોકડાયરા માં કાઉન્સિલર ગીતાબેન કણકિયા, કાંતિભાઈ કણકીયા, કેળવણીકાર ડો.ઈશ્વરભાઈ ભરડા, સિદ્ધેશ્વર મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ પટેલ, સિદ્ધેશ્વર મંદિર યુવા મંડળના પ્રમુખ દેવાભાઈ આહીર, શાસ્ત્રીજી ભરતભાઈ ભટ્ટ, ભીખુભાઈ જોશી, મહિલા અગ્રણી પુરીબેન ગોરાણીયા ધાર્મિક ભાઈઓ અને બહેનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી લોક ડાયરા ને માણ્યો હતો.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.