નેત્રંગ તાલુકાના મોટા માલપોર ખાતે ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો
બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે રેશનકાર્ડમાં નામ કમી કરાવવા અને નવા રેશન કાર્ડ કઢાવવા,વિધવા સહાય યોજના, વૃંદ્ધ પેન્શન યોજના,સંકટમોચન યોજના,વ્હાલી દીકરી યોજના,રેશનકાર્ડ E-KYC ,ફાર્મર રજીસ્ટ્રેશન ,70 વર્ષ થી વયના સિનિયર સિટીઝનને આયુષ્યમાન વંદના કાર્ડ,ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાં,એનસીડી કેમ્પ ,ઉજ્વલા ગેસ કનેક્શન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો હતો.આ કેમ્પમાં મામલતદાર રીતેશ કોકણી,વિકાસ અધિકારી સોહેલ પટેલ અને આરોગ્ય અધિકારી ડૉ.એ.એન.સિંગ તેમજ ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પ મોરિયાણા સહીત અન્ય ગામોમાં પણ યોજાશે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.