સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે શાળાના મેદાનમાં વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા આસોપાલવના રોપનું વાવેતર કરવામાં આવ્યું
(રિપોર્ટ અસરફ જાંગડ)
એક પેડ માં કે નામ અભિયાન અન્વયે તમામ નાગરિકો પર્યાવરણના જતન માટે જાગૃત થઈ વૃક્ષારોપણ કરવા પ્રેરાય તે માટે બોટાદ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ શાળાના બાળકો પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે શાળાના મેદાનમાં વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા આસોપાલવના રોપનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ રમેશભાઈ બાવળીયાના સહકારથી અને શાળાના આચાર્યની મહેનતથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.