ઇન્સ્ટાગ્રામમાં ઈમરાન ધાનાણીની ફેક આઇડી બનાવી ફોટા પોસ્ટ કરી બિભત્સ શબ્દો લખ્યા
શહેરના કોઠારીયા રોડ પર રહેતાં ઇમિટેશનના ધંધાર્થી યુવાનના નામે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવી તેની ગર્લફ્રેન્ડ સાથેનો તેનો ફોટો પોસ્ટ કરી બિભત્સ શબ્દો લખી સગા સંબંધીઓને પણ મોકલી દેતાં આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવની વિગત મુજબ સાયબર ક્રાઇમ પોલીસે કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટી-4માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવતાં ઇમરાનભાઇ યુનુસભાઇ ધાનાણી (ઉ.વ.34)ની ફરિયાદ પરથી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ આઇડી ઇરફાનીરફેન0000 બનાવનાર વ્યક્તિ તથા તપાસમાં ખુલે તેની સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
ઇમરાને ફરિયાદમાં જણાવ્યું છે કે હું સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ, ફેસબૂકનો ઉપયોગ કરુ છું. જુન-2024માં મને મારા માસીના દિકરાએ ફોન કરી જણાવેલું કે- મારી ઇન્સ્ટાગ્રામ આઇડી પર અજાણી આઈડી ઈરફાનીરફેન0000 પરથી રિક્વેસ્ટ આવી છે. જે આઇડીમાં તારો અને તારી ગર્લફેન્ડનો ફોટો હતો.
જેથી મેં રિકવેસ્ટ એક્સેપ્ટ કરી જોતાં તારો ફોટો પોસ્ટ કરી તેમાં બિભત્સ શબ્દો લખ્યા છે. માસીના દિકરાએ આ વાત મને કરતાં મેં મારા ઇન્સ્ટાગ્રામમાં ચેક કરતાં મારા નામે કોઇ અજાણ્યાએ ફેક આઇડી બનાવી તેની પ્રોફાઇલમાં મારી જાણ બહાર મંજુરી વગર મારો અને મારી ગર્લફ્રેન્ડનો ફોટો મુકી દીધાનું જણાયું હતું. આ પોસ્ટ મને પણ ફોરવર્ડ કરી હતી.
જેમાં મારા વિશે ખરાબ શબ્દો પણ લખેલા હતાં. એ પછી મને કાકાના દિકરાએ પણ આવી મારો અને ગર્લફ્રેન્ડનો ફોટો આઇડી પ્રોફાઇલમાં હોવાની વાત કરી હતી. આ શખ્સે મારા નામે આઇડી બનાવી ફોટા તથા બિભત્સ શબ્દોમાં મેસેજ મારા સગા સંબંધીને મોકલી મને હેરાન કરતો હોઇ મેં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફોન કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમના પ્રો.પીઆઇ કે.એસ. દેસાઇએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.