મહીસાગર જિલ્લા મા યોજાયેલ પ્રાથમિક શિક્ષકો નો જીલ્લા ફેરબદલી કેમ્પ મોકૂફ રહેતા શિક્ષકોનો હોબાળો….
લુણાવાડા ખાતે મહીસાગર જીલ્લામાં ખાલી રહેલ જગ્યાઓ માટે બદલી કેમ્પ ક્રિસ્ટલ હાઈસ્કૂલ લુણાવાડા ખાતે યોજાયો હતો
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થી શિક્ષકો અહીંયા ફેર બદલી કેમ્પ માટે આવ્યા હતા
કેમ્પની પ્રકિયા ચાલુ હતી તે દરમ્યાન અચાનક મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કેમ્પ સ્થગિત રાખવાની મૌખિક સૂચના અપાતા ને જાહેરાત કરાતાં હાજર શિક્ષકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.ને કેમ્પ કેમ બંધ રાખેલ છે તેની કેમ્પમાં ભાગ લેવા માટે આવેલ શિક્ષકો અંદરોઅંદર ચર્ચા કરતાં જોવા મળતા હતા.
આ બદલી કેમ્પ અચાનક બંધ રખાતાં કેમ્પ નાં સ્થળે ઉપસ્થિત શિક્ષકો દ્વારા હોબાળો મચાવતાં ને વાતાવરણ તંગ બનતાં કેમ્પ નાં સ્થળે પોલીસ બોલાવવી પડી હતી .ને પોલીસ દ્વારા શિક્ષકો ને હટાવતાં શિક્ષકો માં વહીવટી તંત્ર ની આવી કાયૅપદધતિ સામે ભારે નારાજગી જોવાં મળતી હતી.
રાજ્ય નાં અન્ય જીલ્લાઓ માંથી વતન નો લાભ મેળવવા કેમ્પ માં આવેલ શિક્ષકો ને કેમ્પ અચાનક બંધ રખાતાં ભારે પરેશાની માં મુકાવું પડે લ.
પોતાના જિલ્લામાં આવવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી રાહ જોઈ રહેલા અને રજા મૂકી સવારના ભૂખ્યા તરસ્યા આવેલા શિક્ષકોને ખાલી હાથે પાછા જવાનો વારો આવેલ હતો.
અન્ય જિલ્લાઓમાં પણ આજે બદલી કેમ્પ યોજાઇ રહ્યા છે ત્યારે માત્ર મહીસાગર જીલ્લામાં આ કેમ્પ કેમ્પ મોકૂફ રખાતા શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.ને જવાબદારો સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ની માંગ ઉઠી છે.
બીજી તરફ કેમ્પ સ્થળે શિક્ષકોને હટાવવા પોલીસ બોલાવી લેવાતા શિક્ષકોમાં નારાજગી જોવાં મળતી હતી.
આ કેમ્પ માં
દૂર દૂર થી આવેલા શિક્ષકોમાં આવા આયોજનને લઈને રોષ પ્રસર્યો હતો.ને આ યોજાયેલ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.