આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે - At This Time

આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે


પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે

બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં ફરીદા મીર અને કિંજલ દવે શ્રોતાઓને ડોલાવશે

જિલ્લા વહિવટીતંત્ર પાટણ દ્વારા સંગીત રસિકોને ભાવભર્યું આમંત્રણ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લામાં માતૃગયા તીર્થ સિધ્ધપુર ખાતે આગામી તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર-૨૦૨૪ ના રોજ સાંજે ૮.૦૦ કલાકે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. હરિકૃષ્ણ ફાર્મ, પુષ્પવાટીકા સોસાયટીની બાજુમાં, બિંદુ સરોવર, સિધ્ધપુર ખાતે યોજાનારા બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ફરીદા મીર અને બીજા દિવસે કિંજલ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમની સંગીતમય પ્રસ્તુતિ કરશે.

જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા બે દિવસીય માતૃવંદના કાર્યક્રમના આયોજનની તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ સમગ્ર કાર્યક્રમની કામગીરીના સંકલન માટે નોડલ અધિકારી તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી, પાટણની નિયુક્તિ કરવામાં આવી છે.

કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા ગુજરાતના પવિત્ર અને સુપ્રસિધ્ધ યાત્રાધામો ખાતે પ્રતિવર્ષ બે દિવસીય ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં દર વર્ષની જેમ સિધ્ધપુર ખાતે માતૃ વંદના ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા જિલ્લાની સંગીતપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.