રાજકોટ મનપા દ્વારા 25 નવેમ્બરના રોજ 'સાધુ વાસવાણી મીટ લેસ ડે નિમિતે તમામ કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે - At This Time

રાજકોટ મનપા દ્વારા 25 નવેમ્બરના રોજ ‘સાધુ વાસવાણી મીટ લેસ ડે નિમિતે તમામ કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે


આગામી "સાધુ વાસવાણી મીટ લેસ ડે" નિમિતે તા.૨૫/૧૧/૨૦૨૪ (દિવસ-૦૧) ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા ફરમાવવામાં આવે છે.
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.
રવાના કર્યુ
(ક) ૨૦૦૧
જાવક કલાર્ક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા
સહીઃપ્રભવ જોષી
ઇન્ચાર્જ કમિશનર રાજકોટ મહાનગરપાલિકા


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.