રેશનકાર્ડ ધારકોને e-KYC કરવા બાબતે પ્રજાજોગ સંદેશ - At This Time

રેશનકાર્ડ ધારકોને e-KYC કરવા બાબતે પ્રજાજોગ સંદેશ


(અસરફ જાંગડ દ્વારા)
તમામ રેશનકાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઇ માટે e-KYC કરાવવું જરૂરી,રેશનકાર્ડના e-KYC થી ભવિષ્યમાં ભારત સરકારઅને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લઇ શકાય તે માટે બોટાદ જિલ્લાના NFSA(અનાજનો જથ્થો મેળવતા હોય તેવા રેશનકાર્ડ ધારકો) તથા Non NFSA (અનાજનો જથ્થો ન મેળવતા હોય તેવા રેશનકાર્ડ ધારકો) એટલે કે તમામ રેશનકાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઇ માટે e-KYC કરાવવું જરૂરી છે.
રેશનકાર્ડ ધારક ૪ (ચાર) રીતે e-KYC કરાવી શકે છે. ઘરેબેઠાં “My Ration” Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે.ગ્રામ્ય સ્તરે ઇ-ગ્રામ કેન્દ્રમાં V.C.E. મારફત, તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરીમાં રૂબરૂ જઇને, સરકાર માન્ય વાજબી ભાવની દુકાને રૂબરૂ જઇને e-KYC કરાવી શકાય છે. e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે.કોઇ દસ્તાવેજની ઝેરોક્ષ કોપીની જરૂર નથી.E-KYC કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. રેશનકાર્ડધારકે પોતાની કોઇપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં તેમ બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.