રાજકોટમાં મહિલા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ : મારમારી બચકા ભર્યા - At This Time

રાજકોટમાં મહિલા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ : મારમારી બચકા ભર્યા


રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે વંથલીના ટીનમસ ગામના રાહુલ હૂંબલ નામના બસ ડ્રાઈવરે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો. વર્ષ 2022 માં મહિલા જૂનાગઢ માનતા ઉતારવા જતી હતી ત્યારે ખાનગી બસમાં ડ્રાઇવર રાહુલ સાથે પરિચય થયો હતો અને મહિલાની પુત્રીનું અવસાન થતાં તે ડિપ્રેશનમાં ચાલી જતા આરોપીએ ફાયદો ઉઠાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ અંગે રાજકોટના વાવડી ગામ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ લાખા હૂંબલ (રહે. ટીનમસ, વંથલી) નું નામ આપતાં તાલુકા પોલીસે દુષ્કર્મ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ તેના પતિ અને બે સંતાન સાથે છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં રહે છે અને તેના પતિ ડ્રાઇવિંગ કામ તેમજ પોતે ઘર બેઠાં સિલાઈ કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.
તેઓ વર્ષ 2022 માં જૂનાગઢ ભવનાથ માનતા ઉતારવા જવું હોય જેથી સવારમાં તે ગોંડલ ચોકડી પર આવી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ ખાનગી બસમાં જૂનાગઢ જવા માટે બેસેલ ત્યારે તેમાં ડ્રાઇવર તરીકે રાહુલ હતો. જેમને બસ બુકીંગ બાબતે વાતચીત કરતાં બંનેએ અરસપરસ નંબરની આપલે કરી હતી. તે દરરોજ ગુડ મોર્નિંગના મેસેજ કરતો હતો.
દરમિયાન ફરિયાદી ગર્ભવતી બની હતી અને તેમને જન્મેલ બાળકનું મોત નિપજતાં તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. ત્યારે આરોપીએ તેમને પોતાના ગામ ટીનમસ આવવા જણાવ્યું અને પરિવાર સાથે મળવાનું કહેતાં તેણી ટીનમસ પોતાના બે સંતાનો સાથે ગઈ હતી. આરોપીના ઘરે તેમની પત્ની, બે પુત્રી અને તેમની માતા હતી. જ્યાં આરોપીએ તેમના પરિવારને તેમના મિત્રની પત્ની છે તેવું કહ્યું હતું.
બાદમાં તેઓ સાથે મઢડા, સોમનાથ ફરવા માટે ગયાં હતાં. ઉપરાંત આરોપી અને તેમનો પરિવાર કચ્છ ફરવા જતો હતો ત્યારે પણ તેણીને સંતાનો સાથે ફરવા લઈ જતાં એક પારિવારિક સબંધ બંધાયા હતાં.જે બાદ ફરિયાદીને તેમના પતિ સાથે માથાકૂટ ચાલતી હોય જેમનો ફાયદો ઉઠાવી આરોપી ગત જુલાઈ માસમાં તેણીના પતિની અને સંતાનોની ગેરહાજરીમાં ઘરે આવ્યો હતો અને તું તારા પતિનો કેમ ત્રાસ સહન કરે છે તું એમને મૂકી દે હું તારી સાથે લગ્ન કરીશનું કહેતાં તેમને તેમના પત્નીનું પૂછતા તેને કહ્યું કે, હું પણ મારી ઓટણીથી કંટાળી ગયો છું, તું તારા પતિથી છૂટાછેડા લઈ લે હું મારી પત્નીથી છૂટો થઈ જઈશ કહી ત્યારે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ તેમને આપેલા વિશ્વાસથી તેણીએ તેમના પતિ સાથે ગયા સપ્ટેમ્બર મહિનામાં છૂટાછેડા લઈ લીધા હતાં. જે બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચરતો હતો. પરંતુ તે તેની પત્ની સાથે છૂટાછેડા લેતો ન હતો. ગઈ તા.5 ની મોડી રાતે તે દારૂના નશામાં ઘરે ઘસી આવેલ અને દરવાજો ખખડાવતા તેમને દરવાજો ન ખોલતાં તે ધરારીથી ઘરમાં ઘુસી તેમની સાથે બળજબરી કરી મારમારી શરીરે બચકા ભર્યા હતાં. જેથી પોતે પોતાનો જીવ બચાવી રાતના સમયે બજારમાં ભાગી હતી. આરોપી પણ તેમની પાછળ જ હતો. મહિલા વાવડી ચોકીએ પહોંચી જતાં આરોપી ભાગી ગયો હતો.
અંતે આરોપી અને તેના પરિવારના ત્રાસથી કંટાળી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી. આર.ભરવાડ અને ટીમે આરોપીને સકાંજામાં લીધો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.