ફોનમાંથી બાળકોના અશ્લીલ ફોટા મળતા પોકસો હેઠળ ફરિયાદ
જેતપુર પોલીસ મંથકમાં ધમાલ મચાવનાર આરોપીના ફોનમાંથી અજાણી સ્ત્રી અને પુરૂષના પોર્ન વિડિયો મળ્યા: શરાબ-ડ્રગ્સની પાર્ટી ચાલતી હોવાના વિડિયો મળી આવતા અજાણ્યાની શોધખોળ
જેતપુર પોલીસ મંથકમાં ગત તા ૧૭/૧૦ ના રોજ બુટલેગરને છોડાવવા માટે ધમાલ મચાવર આરોપી મિત સોંદરવાના મોબાઈલ ફોનમાંથી બાળકના અશ્લીલ ફોટો મળતા આઇટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.આ આરોપીના મોબાઈલમાંથી અજાણી સ્ત્રી અને પુરૂષના પોર્ન વિડિયો પણ મળ્યા છે. કોઈ જગ્યાએ શરાબ - ડ્રગ્સની પાર્ટી ચાલતી હોવાના પણ દ્રશ્યો મળ્યાનો પોલીસનો આક્ષેપ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા જૂનાગઢના આરોપીએ તેના સાગરીતો સાથે મળી અગાઉ જેતપુર પોલીસ મથકે ઘમાલ મચવતા કાર્યવાહી થઈ હતી.
આ ગુનાની તપાસ એ.એસ.આઈ. બી.કે. ચાવડાને સોંપાઈ હતી. તેઓએ આરોપીઓના મોબાઈલ તપાસ કરતા આરોપી મિત ગીરીશભાઈ ઉર્ફે જગદીશભાઈ સોંદરવા (રહે. લક્ષ્મીનગર-૨, આલ્ફા સ્કુલની પાસે, મોતીબાગ, જુનાગઢ)ના આઈ ફોન ૧૩ મોબાઇલમાંથી વ્હોટ્સએપ ચેટમાં એક અજાણ્યા શખ્સએ આરોપીના મોબાઈલ ફોનમાં એક બાળકનો ગુપ્ત ભાગ દેખાતો, વાસનાને ઉત્તેજન આપે તેવો એકદમ ખુબ જ અશ્લીલ અને બીભત્સ ફોટો મોકલેલ હતો.આરોપી મિત સોંદરવાના મોબાઈલ ફોનમાં અજાણ્યા મહિલા તથા પુરૂષના એકદમ બીભત્સ અને અશ્લીલ ફોટોગ્રાફ્સ અને વીડિયો મળી આવેલ છે મોબાઈલ ફોનમાં ઘણા વીડિયો તથા ફોટાઓમાં આરોપી મીત અજાણ્યા પુરૂષ તથા મહિલા સાથે મળીને ડ્રગ્સ જેવો દેખાતો સફેદ પાવડરનો નશો કરતો જોવામાં આવે છે તેમજ આરોપી એક અજાણી મહિલા ઈંગ્લીશ દારૂ (બીયર) નું સેવન કરતા જોવા મળે છે. તેમ પોલીસે આક્ષેપ કરેલ છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલ જસ્ટ રાઈટ્સ ફોર ચીલ્ડ્રન વરસિસ એસ.હરીશના કેસમાં મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને રદ કરી, બાળ જાતિય શોષણ એને દુરૂપયોગ સામગ્રી ડીઝીટલ સ્વપરૂપમાં રાખવી, કોઈને મોકલવી કે પ્રસિદ્ધ કરવા બદલ ઈન્ફર્મેશન એક્ટ તથા પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી કરવા ચુકાદો આપેલ હતો.
આથી આ બાબતે આરોપી મિત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી મીત તથા અન્ય ઈસમો વિડીયો તથા ફોટોગ્રાફ્સમાં ક્યા પદાર્થનું સેવન કરે છે તે દીશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મિત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તેની સામે જૂનાગઢમાં દુષ્કર્મ, અપહરણ, મારામારી, સહિત ત્રણ ગુના નોંધાયેલ છે.
અહેવાલ આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.