જેતપુરના સ્ટેન્ડ ચોકમાં રજનીશ ઇલેક્ટ્રોનિકસ નામની દુકાન ધરાવતા યુવાને જીવન ટૂંકાવ્યું
જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક ખાતે ઇલે.દુકાન ધરાવતા યુવકે પોતાની દુકાન ખાતે જ અગમ્ય કારણોસર ઝેરી દવા( ટીકડા ) પી લેતા જીવન ટૂંકાવ્યું હતું.
વિગતો મુજબ શહેરના હાર્દ સમા એમ.જી રોડ સ્ટેન્ડ ચોક ખાતે ઈલેક્ટ્રીક ની દુકાન ધરાવતા ચંદુભાઈ બારચ અને તેમનો એકનો એક પુત્ર આશિષ બન્ને દુકાન સંભાળતા હોય.ત્યારે અગમ્ય કારણોસર આશિષ એ દુકાને ઝેરી દવા (ટીકડા ) પી લેતા પ્રથમ જેતપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ત્યાર બાદ રાજકોટ ખસેડાયો હતો. યુવકની સારવાર કારંગતના નિવડતા મૃત્યુ પામ્યો હતો. તેમની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. યુવકનું મિત્ર સર્કલ બહોળું હોય ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે મિત્રો તેમજ પરિવારજનો ઉમટી પડ્યા હતા. એકના એક પુત્રના આપઘાતના બનાવને પગલે પરિવાર પર વજ્રઘાત પડ્યો હતો..
અહેવાલ આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.