પતિ મારવા દોડતાં પત્ની ત્રીજા માળેથી કુદી ગઈ, સારવારમાં - At This Time

પતિ મારવા દોડતાં પત્ની ત્રીજા માળેથી કુદી ગઈ, સારવારમાં


પતિ મારવા દોડતાં પત્ની ત્રીજા માળેથી કુદી જતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.શહેરનાં નવા થોરાળા વિસ્તારમાં બનાવ બન્યો હતો. હાલ તેણી સારવારમાં છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવા થોરાળા રામનાથપરા નગરમાં રહેતાં દુર્ગાબેન પ્રવીણભાઈ ઠુંમર (ઉ.વ.30) તેણી ગત 15 મી એ સવારનાં પોતાના ઘરે હતી.
ત્યારે તેનાં પતિએ માથાકૂટ કરી મારવા દોડતાં તેણી બિલ્ડિંગના ત્રીજાં માળેથી કુદી ગઈ હતી. બાદ તેણીને સારવાર શરૂ હતી. ગઈ કાલે તેણી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ છે. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે દુર્ગાબેને જણાવ્યું હતું કે તેણીનો પતિ પ્રવિણ અવારનવાર ઝઘડો કરતો હતો. અને તે નસો કરવાની ટેવ ધરાવે છે. પાંચેક દિવસ પહેલાં ઝઘડો કરી મારવા દોડતાં તેણી ત્રીજાં માળેથી કુદી ગઈ હતી. તેણીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.