૧૦થી ૧૪ વર્ષના ટેનીસ ખેલાડીઓની વિના મૂલ્યે તાલીમ માટે પસંદગી પ્રક્રિયા યોજાશે અને ભાગ લેવા ઈચ્છુક બોટાદ જિલ્લાના ટેનીસ રમતના ખેલાડી ભાઈ બહેનોએ ૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
(અજય ચૌહાણ દ્વારા)
૧૦થી ૧૪ વર્ષના ટેનીસ ખેલાડીઓની વિના મૂલ્યે તાલીમ માટે પસંદગી પ્રક્રિયા યોજાશે
અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે તા.૨૫ નવેમ્બરથી તા.૦૬ ડિસેમ્બર સુધી યોજાશે પસંદગી પ્રક્રિયા
ભાગ લેવા ઈચ્છુક બોટાદ જિલ્લાના ટેનીસ રમતના ખેલાડી ભાઈ બહેનોએ ૨૪ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અનુસંધાને શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સીટી ખાતે ૧૦થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઈઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવા તા. ૨૫/૧૧/૨૦૨૪થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રસ ધરાવતા બોટાદ જિલ્લાના ટેનીસ રમતના ખેલાડીઓએ તા.૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ रमतनी स्पर्धां मेवेल सिद्धिोना प्रमापत्री, GSTA Ranking, AITA Ranking, ITF Ranking પ્રમાણપત્ર) સાથે હાજર રહેવું જરૂરી છે.
રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઈ-મેઈલ આઈડી info@altevol.com સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, બોટાદની યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.