ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર - At This Time

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર


ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન આપતા આહીર ભામાશા વિસામણભાઈ ધનજીભાઈ ઢોલા અને પરિવાર દાતા વિસામણભાઈ આહીર અખિલ ગુજરાત આહીર સમાજ ટ્રસ્ટ ગાંધીનગરના સંગઠનમાં અમરેલી જીલ્લાના ધારી તાલુકાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે આહીર વિસામણભાઈ ધનજીભાઈ ઢોલા નાઓએ તા.૧૮/૧૧/ર૪ ના રોજ ઉમરાળાના ટીંબી ખાતે સ્વામી શ્રી નિદોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટને રૂ.1 કરોડનું પરહિત અને પરોપકાર માટે માતબર રકમનુ દાન ચેકથી અપર્ણ કરેલ વિસમણભાઈએ ગુજરાતના આહીર સમાજને દાન દ્વારા ગૌરવવંતો બનાવ્યો હોઈ તેમને ખુબ ખુબ અભિનંદન દાતા વિસામણભાઈ ને દાનની પ્રેરણા અંગે પૂછતા જણાવ્યુ કે ૧૯૭૬માં પોતાની સાથે ધારી સંકુલમાં ઓલ્ડ SSC માં સાથે ભણતા એક પરમ મિત્રએ જણાવેલ કે ઉમરાળાના ટીંબી ગામે સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલમાં દર્દીઓની નિઃશુલ્ક/ફ્રી માં માનવ સેવા કરાતી હોવાની વાતને આધારે પોતે ટીંબી ગામની હોસ્પિટલ ખાતે રૂબરૂ જઈ રોજના ૯૦૦ થી ૧૦૦૦ દર્દીઓની સંપુર્ણ નિઃશુલ્ક સેવાનો મેળો પ્રત્યક્ષ જોતા અને દવા,એકસ-રે ઓપરેશન,દર્દી અને તેની સાથેના સગાઓને રહેવા જમવાનો પણ કોઈ ચાર્જ નહી લેવામાં આવતો હોવાની વાતને લઈ મનોમન દાનની ઉત્કંઠા જાગી પરિણામે આજે તેઓએ પોતાનો ધંધો/ખેતીની પરસેવાની કમાણીના રૂા.1 કરોડનું ચેકથી દાન અપર્ણ કર્યું છે મોટા ગજાના વિસામણભાઈ અને શ્રીમતી મુકતાબહેનના પરિવારમાં ત્રણ દીકરા અને એક દિકરીબેન છે (૧) મોટાભાઈ નરેશભાઈ ધારીમાં મેડીકલ સ્ટોર ચલાવે છે (ર) દિપકભાઈ હાલ અમદાવાદ શહેર પોલીસમાં પોલીસ ઈન્સ્પેકટર પદે ક્રાઈમ બ્રાન્ચમાં સેવા આપી રહ્યા છે (૩) યશવંતભાઈ અમરેલી જીલ્લા પંચાયતમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવે છે (૪) સુશ્રી સંધ્યાબેન અમદાવાદ છે,જમાઈ મહેશભાઈ કાતરિયા નામાંકિત સ્ટ્રકચરલ એન્જીનિયર છે અને આપણી અમદાવાદ નવા સાકાર થતી આહીર કન્યા છાત્રાલયમાં સુપર વિઝનની સેવા આપી રહેલ છે તેઓશ્રીએ બાળકોને માસ્ટર ડીગ્રી સુધીનું ઉચ્ચ શિક્ષણ આપી નાના સરખા ધારીમાં શિક્ષણના માર્ગે પરિવારને અણધાર્યો ઊંચાઈએ પહોચાડયો છે વધુમાં પુછતા કહે છે કે “નિષ્ઠા સાથેની મહેનત અને હરિ ભજનનો આ પ્રતાપ છે માનવ સેવાના આ ભગીરથ કાર્યમાં ઉમદા દાન પ્રસંગે ટીંબી ખાતે ટ્રસ્ટના રસિકભાઈ ભિંગરાડીયા,બી.એલ.રાજપરા પરેશભાઈ ડોડીયા સહિતના વરિષ્ઠ ટ્રસ્ટીઓ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ તથા વરિષ્ઠ આગેવાન પેથાભાઈ આહીર (હુંબલ)ની ઉપસ્થિતિએ પ્રસંગને અને સમાજને ‘યશભાગી’’ બનાવ્યો છે જેઓ બંને સાક્ષી ભાવે ટીંબી ખાતે આ પ્રસંગે હાજર રહયા તેઓને પણ અભિનંદન ફરિવાર વિસામણભાઈ ઢોલા અને તેમના પરિવારને આ પ્રેરણારૂપ પ્રસંગે લાખ લાખ અભિનંદન સાથે જય દ્વારકાધીશ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.