કલામ કેમ્પસ ખાતે ડિસ્ટ્રીક કમ્યુનિટી સાયન્સ સેન્ટર બાલભવન તેમજ ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે કીડોવેશન વર્કશોપ યોજાયો.
કલામ કેમ્પસ ખાતે ડિસ્ટ્રીક કમ્યુનિટી સાયન્સ સેન્ટર બાલભવન તેમજ ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે કીડોવેશન વર્કશોપ યોજાયો.
અમરેલી ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ અમરેલી ખાતે કિડોવેશન વર્કશોપ યોજાયો.ડિસ્ટ્રીક કમ્યુનિટી સાયન્સ સેન્ટર બાલભવન તેમજ ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કીડોવેશન વર્કશોપની અંદર ૧૭ થી વધારે ગામડાંના વિધાર્થીઓએ ભાગ લીધો.આ વર્કશોપની અંદર મુખ્યત્વે રોબોટીક્સ,કોડીંગ, તેમજ ઈલેક્ટ્રોકનીસ ખાસ પ્રકરના રોકેટ બનાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.આ વર્કશોપની માન મેમ્બર સેકરેટરી શ્રી, ગુજકોસ્ટ ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ડો.નરોત્તમ સાહુ સાહેબ વિડિઓ કૉન્ફરસના માધ્યમથી ખાસ જોડાયા હતા અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સંપૂર્ણ વર્કશોપની અંદર ટીંકરીંગ ઇંડિયાના ફાઉન્ડર ધ્રુવ સૈડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ૨ દિવસ દરમિયાન વિધાર્થીઓને રોબોટિક્સ,રોકેટરી તેમજ વિજ્ઞાનની વિશેષ ટ્રેનીંગ આપી હતી. આ ઉપરાંત વિધાર્થીઓને ડિજિટલ ફેબ્રીકેશનની પણ ખાસ સમજ આપવામાં આવી હતી.
૧૭ થી વધુ ગામડાંના વિધાર્થીઓએ કલામ કેમ્પસમાં રહેલા વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. ૧૦૦ થી વધારે વિધાર્થીઓને આ વર્કશોપની મદદથી સાયન્સ તેમજ ટેક્નોલોજીની મદદથી નવી દિશા આપવાનું કામ કરવામાં આવ્યું હતું.વર્કશોપના અંતે વિધાર્થીઓને સર્ટિફીકેટ અને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.