સાબર ડેરી ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ સાધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ
(રિપોર્ટર: ઝાકીર હુસેન મેમણ)
*સાબર ડેરી ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ સાધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ*
*************
*મહિલા પશુપાલકોને વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આહવાન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ*
*************
સાબર ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે સાબર ડેરીના 800 મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલફીડ પ્લાન્ટનું ઉદઘાટન કરીને મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ સાધ્યો હતો.
કેન્દ્રીય મંત્રીશ્રીએ આ સંવાદ દરમિયાન મહિલાઓ કેટલા પશુઓ રાખે છે, પશુઓની માવજત માટે કેટલા લોકો રોકાયેલા છે, કેટલી જમીનમાં ઘાસચારાનું વાવેતર કરે છે, દૈનિક દૂધ ઉત્પાદન, સાબર ડેરી દ્વારા કેવી રીતે મદદ કરવામાં આવે છે જેવા સવાલો કરીને દૂધ ઉત્પાદન થકી મહિલા પશુપાલકોએ કરેલી પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં કેટલી મહિલાઓ પ્રાકૃતિક ખેતી કરે છે, તેના પરિણામ કેવા છે, કેટલા વિસ્તારમાં ખેતી કરે છે, પ્રાકૃતિક કૃષિ ઉપજના ભાવ કેટલા મળે છે. તે અંગેની જાણકારી મેળવી વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આહવાન કર્યું હતું.
આ સંવાદમાં જિલ્લા પ્રભારી અને શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, સહકાર, કુટીર ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર અને સાબર ડેરીના ચેરમેનશ્રી શામળભાઈ પટેલ સહિત આમંત્રિત મહિલા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
*************
ઇડર તાલુકાના મુડેટી ગામના મહિલા પશુપાલકશ્રી મીનાબેન નરેશભાઈ પટેલ જણાવે છે કે હું દૈનિક ૪૦ લીટર દૂધ ભરાવું છુ. સાબર ડેરી દ્વારા આયોજિત મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે અમારી સાથે પરિવારના સભ્યની જેમ સહજતાથી સંવાદ કર્યો જેના થકી અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે..
**************”
હું દૈનિક ૮૦ લીટર દૂધ ભરાવું છુ. મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. અમે અમિતભાઈ શાહ સાહેબને ખાતરી આપીએ છીએ કે અમે પણ વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવશું.
*પશુપાલકશ્રી સૂર્યાબેન પ્રજાપતિ*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.