કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું હિંમતનગરથી પ્રસ્થાન - At This Time

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું હિંમતનગરથી પ્રસ્થાન


*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું હિંમતનગરથી પ્રસ્થાન*
*****
*આ કાર રેલી ૨૬ નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે*
****
*અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે કાર રેલીનું આયોજન થયું*
*****
ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ પર ચાલતી ૧૨ કારનું હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું છે. અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર રેલીનો ઉદ્દેશ પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે તથા વિકાસ માટે જે કામ થાય છે, તે અંગેની જાણકારી આપવાનો છે. આમ, આ રેલી દેશના વિવિધ રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત સમજાવી આગામી ૨૬મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેના દિવસે ૧૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી પહોંચશે, ત્યાં આ કાર રેલીનું સમાપન થશે.

આ અવસરે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત, રાજ્યકક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખૂસિંહ પરમાર તેમજ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને મારુતિ સુઝુકીના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.