નાગલપર પ્રા.શાળામાં ટી.બી મુકત પંચાયત અંતર્ગત માહિતી આપવામાં આવી
(અજય ચૌહાણ દ્વારા)
આજરોજ પ્રા.આ.કેન્દ્ર તુરખાના મેડિકલ ઓફિસર ડો.આશિષ વેદાણીના માર્ગદર્શન અને નાગલપરના કર્તવ્ય નિષ્ટ મ.પ.હે.વ ધર્મેશભાઇ અને એસ.ટી.એસ-બોટાદ સંજયભાઇ રામદેવ દ્વારા એન.ટી.ઇ.પી અંતર્ગત ટી.બી સેનસીટાઇજેશન કાર્યક્રમ યોજાયો જેમાં ક્ષય રોગ (ટીબી રોગ) ની માહીતી આપવામા આવેલ, ટીબી રોગના લક્ષણો, ટીબી રોગનુ નિદાન અને સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મફત મા મળે છે.નિયમિત અને પુરા સમયની સારવાર થી ટી.બી ચોક્કસ મટે છે. ટી.બી ના દર્દી ને દર મહીને નિક્ષ્ય પોષણ સહાય અંતર્ગત રૂ.૧૦૦૦ સારવાર ચાલે ત્યા સુધી મળે છે,TPT વિશે માહિતગાર કર્યા, ટી.બી મુકત પંચાયત, સ્વાસ્થ્ય માટે સ્વછતા અને પોષણયુકત ખોરાક, તમાકુ નિષેધ, NVBDCP વિશે માહીતી આપી, શાળાના ૪૯૨ બાળકોએ ભાગ લીધેલ, ક્રાયકર્મ ને અંતે 5 બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.