જસદણના એક યુવકની અન્ન નળીમાં માછલીનો કાટો ફસાયો : આટકોટ કે.ડી.પી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રાહત અનુભવી હતી - At This Time

જસદણના એક યુવકની અન્ન નળીમાં માછલીનો કાટો ફસાયો : આટકોટ કે.ડી.પી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રાહત અનુભવી હતી


જસદણના કલ્પેશ કટોસણા નામના યુવકની અન્ન નળીમાં માછલીનો કાટો ફસાયો હતો. આટકોટની કે.ડી.પી. હોસ્પિટલ ખાતે આ યુવકને સારવાર ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકની અન્નનળીમાં માછલીનો કાંટો ફસાતા જમવામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેથી તેને તાત્કાલિક કે. ડી. પી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જેમાં કે. ડી. પરવાડીયા હોસ્પિટલના ENT વિભાગના ડોક્ટર અંકિત વસાણી દ્વારા ઇમરજન્સીમાં ઓપરેશન કરીને ફસાયેલા માછલીના કાંટાની બહાર કાઢવામાં આવ્યો હતો. આ સફળ ઓપરેશન બાદ યુવકનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ યુવકે ડોક્ટરનો અને હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.