મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો:પથ્થરમારો થતા માથામાં ઈજા થઈ; કોંગ્રેસે કહ્યું- રાજ્યમાં ગુંડાગીરી, ભાજપે તેને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP (શરદ જૂથ)ના નેતા અનિલ દેશમુખ પર સોમવારે રાત્રે નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રમાં હુમલો થયો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે અનિલ દેશમુખને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અનિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેના માથામાંથી લોહી વહેતું દેખાય છે. તેમને માથામાં ઈજા થતા રૂમાલ બાંધ્યો છે. હુમલાની નિંદા કરતા કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના જિલ્લામાં પૂર્વ ગૃહમંત્રી પર હુમલો એ પ્રશ્ન ઊભો કરે છે કે રાજ્યમાં કાયદાનું શાસન છે કે ગુંડાઓનું. જ્યારે ભાજપે આરોપ લગાવ્યો છે કે આ ચૂંટણી સ્ટંટ છે. કાટોલ વિધાનસભા ક્ષેત્રના ભાજપના પ્રભારી અવિનાશ ઠાકરેએ કહ્યું છે કે દેશમુખે પોતાના જ કાર્યકરોને પથ્થરમારો કરાવ્યો છે. હુમલાની ત્રણ તસવીરો... અનિલ તેમના પુત્ર માટે પ્રચાર કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના પર હુમલો થયો હતો ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે દેશમુખે આખો દિવસ વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. સાંજે નરખેડમાં તેમની સભા યોજાઈ હતી. સભા પૂરી થયા બાદ તેઓ કાર્યકરો સાથે કારમાં કાટોલ જવા રવાના થયા હતા. આ દરમિયાન બેલા ફાટા પાસે કેટલાક અજાણ્યા લોકોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો. મહારાષ્ટ્રમાં નેતાઓ પર હુમલાના આ સમાચાર પણ વાંચો... અમરાવતીમાં નવનીત રાણા પર ટોળાનો હુમલોઃ પૂર્વ સાંસદનો આરોપ - હુમલાખોરોએ ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા, ખુરશીઓ ફેંકી; 45 લોકો સામે કેસ નોંધાયો મહારાષ્ટ્રના અમરાવતીના પૂર્વ સાંસદ અને ભાજપના નેતા નવનીત રાણા પર 16 નવેમ્બરે રાત્રે લગભગ 10 વાગ્યે હુમલો થયો હતો. અમરાવતીના પૂર્વ સાંસદ નવનીત દરિયાપુર મત વિસ્તારના ખલ્લાર ગામમાં ભાજપના ઉમેદવાર રમેશ બુંદીલે માટે મત માંગવા આવ્યા હતા. ભીડે ખુરશીઓ ઉછાળી હતી અને ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.