ભગવાન કા દિવ્ય અલ્પ નહિ હોતા રકતદાન કા કોઈ વિકલ્પ નહિ હોતા.. સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક “માનસ સદભાવના” રાજચંદ્ર ફાઉન્ડેશન ના સહયોગ થી રક્તદાન કેમ્પ યોજાશે
ભગવાન કા દિવ્ય અલ્પ નહિ હોતા રકતદાન કા કોઈ વિકલ્પ નહિ હોતા..
સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક "માનસ સદભાવના'' રાજચંદ્ર ફાઉન્ડેશન ના સહયોગ થી રક્તદાન કેમ્પ યોજાશે
થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે ૨૫.૦૦૦ બોટલ રક્તદાન નો ઉદેશ
રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક "માનસ સદભાવના'' રામકથા નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટનાં સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે
સમગ્રપણે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલનાં ગરીબ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે ૨૫.૦૦૦ બોટલ રક્તદાન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાજકોટનાં જામનગર રોડ, રામપર ખાતે નિરાધાર, નિઃસંતાન વૃદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો ૭ બિલ્ડીંગ,૧૧ માળ અને ૧૪૦૦ રૂમનો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂ.૩૦૦ કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વૃદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ છે. જે કોઈ આર્થિક- સામાજિક શ્રમદાન આપ્યું છે તેને વૃદ્ધાશ્રમમાં જે વડીલો આશરો લે તેમના અંતરથી આશીર્વાદ મળે અને દરેક ઓરડામાં ખાલીપો નહિ પણ રાજીપો વ્યક્ત થાય તેવા શુભ ભાવથી આ વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક "માનસ સદભાવના'' રામકથા નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ(વિનય જસાણી)નાં સહયોગથી તા.૨૩, નવેમ્બર, શનીવારના રોજ પોથીયાત્રા દરમ્યાન બપોરે ૩–૦૦ થી સાંજે ૭–૦૦ કલાક સુધી, રેસકોર્ષ ગ્રાઉન્ડ,રામકથા સ્થળ, રાજકોટ ખાતે ૨કતદાન કેમ્પ યોજાશે. સમગ્રપણે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલનાં ગરીબ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે હજારો બોટલ રક્તદાન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આખા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેંક આમંત્રણ આપી તેમની રક્તદાનની ઝોળી છલકાવવાનો નિમિત્ત, પ્રયાસ છે.ગુજરાતની તમામ સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનોખી સેવા કરવામાં આવશે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પમાં જોડાવવા તેમજ આ પ્રકારના રક્તદાન કેમ્પનું કોઈ ને આયોજન કરવું હોય તો વિનય જસાણી (મો. ૯૪૨૮૨ ૦૦૬૬૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.અત્રે ઉલેખ્ખનીય છે કે વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા.૨૩ નવેમ્બર–૨૦૨૪ થી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા યોજાનાર છે.
''રકતદાન જીવનદાન''
ભગવાન કા દિવ્ય અલ્પ નહિ હોતા રકતદાનકા કોઈ વિકલ્પ નહિ હોતા..
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.