છેલ્લા દોઢેક વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા બાળ કિશોરને ડીટેન કરી સુમેરપુર (રાજસ્થાન) પો.સ્ટેનો અન ડીટેક મો.સા ચોરીનો ગુનો ડીટેક કરતી ઇડર પોલીસ. - At This Time

છેલ્લા દોઢેક વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા બાળ કિશોરને ડીટેન કરી સુમેરપુર (રાજસ્થાન) પો.સ્ટેનો અન ડીટેક મો.સા ચોરીનો ગુનો ડીટેક કરતી ઇડર પોલીસ.


નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગરનાઓએ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇસમોને પકડવા સારુ તેમજ મિલ્કત સબંધી ગુના અટકાવવા અનુસંધાને કામગીરી કરવા સુચના આપેલ હોઈ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ સી.જી.રાઠોડ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચના આપેલ જે સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી પાડવા સારૂ યાદી તૈયાર કરી તેમજ મિલ્કત સબંધી ગુનો કરવાની ટેવવાળા ઈસમોના સંભવિત આશ્રય સ્થાનોની માહીતી પ્રાપ્ત કરવા માટે સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેમજ ટેકનિકલ હ્યુમુન સોર્સનો ઉપયોગ કરી તેઓને ઝડપી સુચના કરેલ જે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલ્કત સંબધી ગુન્હાઓ બાબતે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભીલોડા ત્રણ રસ્તા પાસે આવતાં સાથેના અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૧૨૦૫ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે ઈડર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૩ ૦૫૫૪/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯,૧૧૪ મુજબના કામે દોઢેક વર્ષથી નાસતો ફરતો બાળ કીશોર ખેડબ્રહમા તરફથી એક મો.સા.લઈ ઇડર તરફ આવી રહેલ છે. જે બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે ઇડર ભીલોડા ત્રણ રસ્તા પાસે જઇ નજીકમાંથી બે પંચના માણસો બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી પંચનામુ લખાવવા સમજ કરી ભીલોડા ત્રણ રસ્તા વોચ તપાસમા હતા દરમ્યાન ઉપરોકત બાતમી મુજબનુ મો.સા લઇ એક ઇસમ ખેડબર્હમા તરફથી આવતા તેને રોકી લઈ સદર મો.સા ચાલકની અંગ ઝડતી કરતા કોઈ ગુન્હાહીત ચીજ વસ્તુ મળી આવેલ નહી જેથી સદરી ઈસમ પાસેની મો.સા હીરો કંપનીની પેશન પ્રો મોડલની જેનો આર.ટી.ઓ રજી નં. જોતા RJ 22 BS 6519 નો હતો અને સદર મો.સા ના એન્જીન નં. HA10EVF4L01720 તથા ચસીસ નં.MBLHA108SF4L02136 નો હોવાનુ જણાતા સદર મો.સા ના આર.ટી.ઓ પાસીંગ તથા માલીકી અંગેના આધાર પુરાવા માગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા સદર મો.સા કોની માલીકીની છે. અને કયાંથી લાવેલ છે. અને કયા લઈ જનાર છે. તે સંબધે પુછતા સદરી ઇસમ ગલ્લા તલ્લા કરી ઉંડાઉ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોઇ સદરી મો.સા ના રજીસ્ટેશન નંબર તથા એન્જીન તથા ચેસીસ નંબર આધારે પોકેટકોપની મદદથી તપાસ કરતા સદર મો.સા હીરો કંપનીની પેશન પ્રો મોડલની જેનો આર.ટી.ઓ રજી નં. જોતા RJ 22 BS 6519 નો હતો અને સદર મો.સા ના એન્જીન નં. HA10EVF4L01720 તથા ચસીસ નં.MBLHA108SF4L02136 ની રાજસ્થાન સુમેરપુર પોલીસ સ્ટેશન ના એફ.આઈ.આર.નં.૦૧૮૨/૨૦૨૪ ની બી.એન.એસ ૬.૩૦૩ (૨) ના કામે ચોરી થયેલ હોવાનુ જણાઈ આવતા સદર મો.સાની કી.રૂ. ૧૫,૦૦૦/-ની ગણી બી.એન.એસ.એસ.૨૦૨૩ ની ક.૧૦૬ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી લઇ ક.૧૮/૧૦ થી ક.૧૯/૦૦ સુધીનુ વિગતવારનું પંચનામુ કરી લઇ સદરહુ કાયદાના સંઘર્ષમા આવેલ બાળકીશોરને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ. ૩૫(૧)(આઈ), મુજબ તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ ૪.૧૯/૦૦ ડીટેઇન કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે. આમ દોઢેક વર્ષથી નાસતા-ફરતા બાળ કિશોરને ડીટેન કરી સમેરપુર (રાજસ્થાન) પો.સ્ટેનો અન ડીટેક મો.સા ચોરીનો ગુનો ડીટેક કરવામાં ઇડર પોલીસને વધુ એક સફળતા મળેલ છે. તા. ૧૮/૧૧/૨૦૨૪

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧)સુમેરપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૪૯/૨૪

બી.એન.એસ.ક.૩૦૩(૨)

(૨) સુમેરપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૫૫/૨૪

બી.એન.એસ.ક.૩૦૩(૨)

(૩)પાલનપુર પુર્વ પો.સ્ટે. ગુ.ર.નં.

૦૫૦૪/૨૪ ઇ.પી.કો.ક.૩૭૯ (૪) ડીસા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૮૮/૨૪ ઇ.પી.કો.ક.૩૭૯

સારી કામગીરી કરનાર ટીમ-

સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેકટર

અ.હે.કો મુકેશકુમાર વાલજીભાઈ બ.નં.૪૭

અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૧૨૦૫

આ.પો.કો કલ્પેશભાઇ ગોવિંદભાઈ

બ.નં.૧૦૪

અ.પો.કો જીતેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બ.નં.૭૭૮

આ.પો.કો દીપકસિંહ ભીખુસિંહ બ.નં. ૦૭૬૩

આ.પો.કો જયદિપસિંહ નરેન્દ્રસિંહ બ.નં.૩૪૨

✒️
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.