ક્રાઇમ બ્રાંચે ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં દારૂ – બિયરની 241 બોટલ ભરેલી કાર ઝડપી લીધી
શહેર ક્રાઇમ બ્રાંચે ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં દારૂ - બિયરની 241 બોટલ ભરેલી કાર ઝડપી લીધી હતી. બિનવારસુ પડેલી કાર કોની? ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ અંગે ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોરની ટિમો પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન પીએસઆઈ એમ.કે.મોવલીયા, એ.એસ.આઇ. અશોકભાઈ કલાલ, રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, સુભાષભાઈ ધોધારી, કૌશીકભાઈ ગઢવી, રમેશભાઈ માલકીયા, તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, પ્રવીણભાઇ જતાપરા કામગીરીમાં હતા.
ત્યારે ચોક્કસ હકીકત મળી હતી કે, રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલથી અંદર આવેલ ધરમનગર શે.નં. ર ખાતેથી બીનવારસી મારૂતી સુઝુકી વર્ષા ગાડી જે ઇકકો જેવી ગાડી આવે છે તેમાંથ દારૂ બિયરનો જથ્થો છે.
ત્યાં દરોડો પાડતા જીજે 13- એફ -1569 કાર પડી હોય તેમાંથી દારૂની 145 બોટલ અને બિયરના 96 ટીન મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 2 લાખ અને કારની કિંમત રૂ. 1 લાખ ગણી તમામ મુદ્દામાલ કબ્જે કરાયો હતો. કારના ચાલક સામે ગુનો દાખલ કરાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.