“ડૉ. ચિતરંજનભાઈ પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના” અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો
"ડૉ. ચિતરંજનભાઈ પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના"
અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ "ડૉ. ચિતરંજનભાઈ પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના" અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ
અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતના વતની અને વ્યવસાયે ડૉક્ટર એવા ડૉ. ચિંતરંજભાઇ પટેલ દ્વારા ગુજરાતના સર્વજ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવા માટે આર્થિક સહાય કરવાનો એક સુંદર રચનાત્મક વિચાર આવ્યો છે. ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણ નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અટકી પડે નહીં અને તેઓ તેમની ઉચ્ચ શિક્ષણની કારર્કિદી માં આગળ વધે તેવા શુભ આશય થી રુપિયા ૧૦ કરોડના દાનની રકમના ભંડોળ માંથી "ડૉ. ચિતરંજનભાઈ પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના" નો ઑક્ટૉબર, ૨૦૨૪ થી શુભારંભ થયો છે.
આ યોજના હેઠળ ગુજરાતની સર્વજ્ઞાતિના ઉચ્ચ શિક્ષણ માં અભ્યાસ કરતા તેજસ્વી અને આર્થિક રીતે નબળા એવા વિદ્યાર્થીઓને આવતા ૧૦ વર્ષ સુધી દર વર્ષે એક કરોડની દાનની રકમ દ્વારા આર્થિક સહાય કરવાનો છે. ડૉ. ચિતરંજનભાઈ પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના" નું સંચાલન સરદારધામ, અમદાવાદની સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવશે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૫ માટે સરદારધામ સંસ્થા દ્વારા ગુજરાતના અખબારોમાં જાહેરાત આપીને વિદ્યાર્થીઓ પાસેથી શિષ્યવૃત્તિ મેળવવા માટે ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ જાહેરાતના અનુસંધાને કુલ ૧૦૯૧૩ જેટલી આવેલી અરજીઓને સરદારધામની શિષ્યવૃત્તિ વ્યવસ્થાપક સમિતિ દ્વારા નક્કી કરેલા માપદંડો આધારિત ચકાસણી કરીને ઉચ્ચ શિક્ષણ મેળવતા ૧૫૦ વિદ્યાર્થીઓની આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. ૧૭ નવેમ્બર, રવિવારે, સવારે ૧૧ કલાકે, પટેલ બ્રધર્સ ઓડિટોરિયમ, સરદારધામ, અમદાવાદ ખાતે ઉચ્ચ શિક્ષણની આર્થિક સહાય માટે પસંદગી પામેલ ૧૫૦ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ ના ચેક વિતરણના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.