ફરિયાદીએ સોનુ ચોરી કર્યાની કબુલાત કરી : વિડીયો વાયરલ - At This Time

ફરિયાદીએ સોનુ ચોરી કર્યાની કબુલાત કરી : વિડીયો વાયરલ


એ ડીવીઝન પોલીસ મથકમાં વેપારી પિતા-પુત્રને માર માર્યા બાદ 30 લાખનું સોનુ પડાવી લીધાના બનાવમાં વેપારીએ આપઘાત કરી લીધો હતો જે મામલે વેપારીના પુત્રએ એ ડીવીઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ કિશન આહિર અને ભગીરથ ઝાલા સામે સણસણતા આક્ષેપો કરતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જે મામલે નવો વળાંક આવ્યો હતો. ફરિયાદી ખુદ જ સોની વેપારીઓ પાસેથી લીધેલુ સોનુ બીટકોઇનમાં હારી જતા આ કારસ્તાન કર્યુ હોવાનું સામે આવ્યું છે. જે મામલે ફરિયાદીનું એક વિડીયો પણ વાયરલ પણ થયેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા હિરેન આડેસરા નામના સોની વેપારી મીડિયા સમક્ષ આવ્યા હતા અને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા તેમના પિતાએ લીંબડી ખાતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
જેમાં વિવેક વિનુ ભુવા, મનોજ પ્રહલાદ રાજપુરા, ધર્મેશ ભરત પારેખ અને અતુલ ભરત પારેખ સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ તેમનું 355 ગ્રામ સોનુ પરત ન આપવું પડે તે માટે એ ડીવીઝન પોલીસ મથકના પોલીસ જવાન કિશન આહિરને સાથે રાખી તેમને પિતા પુત્રને પોલીસ મથકે લાવી તેમનું 355 ગ્રામ સોનુ પડાવી લીધુ હતું અને બેફામ માર મારતા ભયભીત થયેલા તેમના પિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
જે મામલો સામે આવતા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ તાત્કાલીક બનાવમાં સામે આવેલા કોન્સ્ટેબલ કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે બનાવમાં નવો વળાંક આવતા એક વિડીયો સામે આવ્યો છે જેમાં ફરિયાદી હિરેન આડેસરા જ કબુલે છે તેમને ધર્મેશ પારેખની ઓફિસમાંથી સોનુ ચોર્યુ હતું અને તે બીટકોઇનમાં રૂપિયા હારી જતા આ કારસ્તાન રચ્યુ હતું


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.