વાવ વિ.સભાની પેટા ચૂંટણીમાં સ્વરૂપજી જ જીતશે, તે માટે ખેતરનીની શરત લગાવતા ખેડૂતનો વીડિયો વાયરલ.
બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણી થોડા સમય પહેલાં યોજાઈ હતી, જેનું મતદાન હમણાં જ ૧૩મી નવેમ્બરના રોજ શાંતિ પૂર્વક પૂર્ણ થયું હતું, ચૂંટણી માં ભાજપે સ્વરૂપજી ઠાકોર ને મેદાનમાં ઉતાર્યા હતા તેમજ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત ને મેદાનમાં ઉતર્યા હતા,ભાજપ-કોંગ્રેસે બંને પક્ષે ક્ષત્રિય જાતિ માં મેન્ડેટ આપી ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે ભાજપમાંથી નારાજ થઈ માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જેને લઈ વાવ ની આ પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો હતો, જોકે મતદાન પૂર્ણ થયા બાદ લોકો પોત-પોતાના પક્ષ આટલા મતોથી જીતશે તેવાં અનુમાનો લગાવી રહ્યા હતા તેવામાં આજે વાવ તાલુકાના ધરાધરા ગામના એક યુવાન નો વીડિયો વાઇરલ થયો હતો તેમાં યુવાન જણાવી રહ્યો છે કે સ્વરૂપજી ઠાકોર અગિયાર હજાર મતો ની લીડ થી જીતશે નહીંતર જો કોઈએ શરત લગાવવી હોય તો હું મારું ખેતર,રહેવાનું ઢાળીયું, તેમજ ખેતરમાં બોર વગેરે આપી દઈશ,અને બિન-ખેડૂત થઈ જઈશ, આ વીડિયો વાઇરલ થતાં સોશિયલ મિડીયા છવાઈ ગયો હતો.
નોંધ.-એટ ધીસ ટાઈમ ન્યુઝ વાઇરલ વીડિયોની શરત, ખેતર, ઢાળીયું, બોર, વગેરે સત્યતા પ્રત્યેની કોઈ પુષ્ટિ કરતું નથી.
જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૨૫૯૨૩૮૬૨.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.