AAPના નેતા કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા:ગઈકાલે આતિશી કેબિનેટ અને AAPમાંથી રાજીનામું આપ્યું હતું, હાલ નજફગઢથી ધારાસભ્ય - At This Time

AAPના નેતા કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા:ગઈકાલે આતિશી કેબિનેટ અને AAPમાંથી રાજીનામું આપ્યું હતું, હાલ નજફગઢથી ધારાસભ્ય


આમ આદમી પાર્ટી (AAP) અને દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના 24 કલાક બાદ સોમવારે કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા હતા. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે તેમને પાર્ટીની સદસ્યતા આપી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર હાજર રહ્યા હતા. ગેહલોતે પાર્ટી છોડવા પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું- તેઓ પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. જ્યાં તેઓ જવા માગે છે. AAP નેતા સંજય સિંહે કહ્યું- દિલ્હી ચૂંટણી પહેલા મોદી વોશિંગ મશીન એક્ટિવ થઈ ગયું છે. હવે આ મશીન દ્વારા અનેક નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવશે. સીએમ આતિશીએ કહ્યું- આ બીજેપીનું ગંદુ ષડયંત્ર છે. ભાજપ દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ED અને CBIના બળ પર જીતવા માગે છે. ગેહલોતે રવિવારે કેજરીવાલને પત્ર લખીને રાજીનામાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે AAPએ કેન્દ્ર સરકાર સાથે લડવામાં ઘણો સમય વેડફ્યો. પાર્ટીએ જનતાને આપેલા વચનો પૂરા કર્યા નથી. કૈલાશ ગેહલોત સીએમ પદની રેસમાં હતા
જેલમાંથી મુક્ત થયા બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી કૈલાશ ગેહલોતનું નામ પણ નવા સીએમની રેસમાં હતું. જો કે પાર્ટીએ આતિશીને મુખ્યમંત્રી પદ સોંપ્યું. દિલ્હીમાં તિરંગા વિવાદને કારણે ગેહલોત ચર્ચામાં આવ્યા હતા
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવવાના વિવાદ બાદ ગેહલોત ચર્ચામાં આવ્યા હતા. કેજરીવાલ ઈચ્છતા હતા કે આતિશી તેમની જગ્યાએ ધ્વજ ફરકાવે. જ્યારે એલજીએ કૈલાશ ગેહલોતની પસંદગી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.