પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત રૂ.૧૦ (દસ) લાખનો વાર્ષિક આરોગ્ય વીમો યોજના અમલમાં
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના" અંતર્ગત રૂ.૧૦ (દસ) લાખનો વાર્ષિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે આ યોજના અંતર્ગત 'આયુષ્યમાન કાર્ડ યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતા થી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૪ ના રોજ ૭૦ વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂ.૫ (પાંચ) લાખ સુધીનું વ્યક્તિ દીઠ આરોગ્ય કવચનો વીમો ઉપલબ્ધ થશે
આ કેટેગરી નું નામ 'વય વંદના' રાખવામાં આવેલ છે જે અંતર્ગત ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી "આયુષ્માન કાર્ડ" મેળવી શકે છે આયુષ્યમાન ભારત વય વંદના નોંધણી આયુષ્યમાન એપ અને પી.એમ.જે.એ.વાય યોજનાના વેબ પોર્ટલ *beneficiary.nha.gov.in* દ્વારા અથવા આયુષ્માન એપ દ્વારા લાભાર્થી પોતાની નોંધણી પણ કરાવી શકે છે હાલમાં ભાવનગર જીલ્લા પંચાયતના તમામ પી.એચ.સી/સી.એચ.સી સેન્ટર પરથી 'આયુષ્યમાન કાર્ડ' કાઢી આપવામાં આવે છે
આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવવા જરૂરી પુરાવા:-
*૧) જે તે વ્યક્તિ નું આધાર કાર્ડ(૨) આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઇલ નંબર (OTP verification code માટે મોબાઇલ લાવવો)(૩) અગાઉ જો આયુષ્યમાન કાર્ડ બનાવ્યું હોય તો તે કાર્ડ અથવા તેની કોપી*
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.