હળવદમાં મળી આવેલા બાળકનું પરિવાર સાથે મિલ
9 વર્ષના બાળકના પિતાને શોર્ટ લાગતા બે હાથ ચાલ્યા ગયા,માતાને કેન્સર : બાળક અને તેના ત્રણ ભાઈ-બહેન મજૂરી કરી દવાનો ખર્ચ ઉઠાવવાની સાથે પેટીયુ રોળવે છે
હળવદમા એક 9 વર્ષનું બાળક મળી આવ્યું હતું. ગામના સેવાભાવી યુવાનોની મદદથી આ બાળકનું પરિવાર સાથે મિલન થયું હતું.જો કે બાદમાં આ બાળકની સ્ટોરી માલુમ પડી જે સૌના રૂવાડા ઉભા કરી દયે તેવી હતી.
આ 9 વર્ષના બાળકનું નામ વિક્રમ છે. જે મૂળ મધ્યપ્રદેશનો છે.તેનો મોટો ભાઈ 16 વર્ષનો છે.બીજી બે નાની બહેનો છે.આ ચારેય ભાઈ-બહેન હળવદના રાયસંગપુર ગામની સીમમાં મજૂરી કરે છે. આ બાળકના પિતાએ વીજ શોક લાગતા હાથ ગુમાવી દીધા છે.માતાને કેન્સર છે.માતા-પિતા મધ્યપ્રદેશ ખાતે આવેલા તેમના વતનમાં રહે છે.બન્ને કોઈ કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી તેના ચારેય બાળકો અહીં સીમમાં મજૂરી કરી વતનમાં પૈસા મોકલે છે. જેમાંથી તેના માતા-પિતા દવાનો અને પેટિયું રોળવાનો ખર્ચ કાઢે છે.
આમ આ 9 વર્ષના બાળકની સ્ટોરી અત્યંત કરુણ હતી.આ બાળક તેના મોટા ભાઈ સાથે ગઈકાલે હળવદ અમુક વસ્તુની ખરીદી કરવા આવ્યો હતો.જે દરમિયાન દિવસના 10 વાગ્યે તે પોતાના ભાઈથી વિખૂટો પડી ગયો હતો.બાદમાં આજે સવારે તે હળવદના સેવાભાવી હાર્દિકભાઈ મારુડાને મળ્યો હતો.આ બાળકને ટાઢ પણ ચડી ગઈ હતી. જેથી સેવાભાવી આગેવાને તેની દવા કરાવી તેને સારા કપડા પહેરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.બાળકનું પરિવાર સાથે મિલન કરાવવામાં સમાજ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા, અશ્વિનભાઈ સોનગ્રા તેમજ ચાઈલ્ડ હેલ્પલાઇન મિતલબેન ચૌહાણ પણ હાજર રહી ખૂબ મદદરૂપ બન્યા હતા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.