જસદણ વીંછિયા પંથકમાંથી અનેક સ્વયંસેવકો અને ભાવિકો રાજકોટ મોરારીબાપુની કથામાં મુકામ કરશે
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
રાજકોટ ખાતે આગામી તા.૨૩મીથી સદ્દભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે પૂજ્ય મોરારીબાપુની રામકથા યોજાય રહી છે. જેમાં જસદણ અને વીંછિયા પંથકમાંથી બહોળી સંખ્યામાં સ્વયંસેવકો અને ભાવિકો મોટી સંખ્યામાં ઊમટી પડે એવી ધારણા છે. રાજકોટ ખાતેના સદ્દભાવના વૃદ્ધાશ્રમના આ કાર્યને અસંખ્ય જાગૃત નાગરિકોએ, ઉદ્યોગપતિઓએ અને રાજકીય ક્ષેત્રના આગેવાનો સહીત વિજયભાઈ ડોબરીયા અને તેમની ટીમની આ સેવા નું કામ દેશભરમાંથી વખાણ્યું છે. ત્યારે આ વૃદ્ધાશ્રમ હવે વિશાળ બનવાં તરફ જઈ રહ્યું છે. ત્યારે એમાં જીવનના છેલ્લાં પડાવના હજજારો વૃદ્ધોને એમાં જબરી રાહત મળશે અત્રે નોંધનીય છે કે રાજકોટ નજીક બનનારા આ વૃદ્ધાશ્રમ ૩૦ એકરમાં બનશે. જેમાં કુલમળીને સાત ટાવરમાં ૧૪૦૦ રૂમ ઉભા કરવામાં આવશે. જેમાં અંદાજિત પાંચ હજાર જેટલાં દરેક સમાજનાં વૃદ્ધોને રાખવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજકોટ સ્થિત ગોંડલ રોડ પર કાર્યરત સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં હાલમાં ૬૫૦ વૃદ્ધો રહે છે જેમનાં માટે તમામ સવલતો પ્રાપ્ત છે. ખાસ કરીને ૨૦૦ થી વધુ વૃદ્ધો તો એવાં છે કે જે ગંભીર પ્રકારની બીમારીઓનો સામનો કરી રહ્યા છે અને પથારીવશ છે ત્યારે હવે વૃદ્ધાશ્રમ નવું બનવા જઈ રહ્યું છે જેમાં હજારો વૃદ્ધોનો સમાવેશ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.