વડનગર ખાતે સરકારી પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાયું - At This Time

વડનગર ખાતે સરકારી પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાયું


સરકારી તાલુકા પુસ્તકાલય વડનગર ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ- ૨૦૨૪ દરમ્યાન તા ૧૬, નવેમ્બર-૨૦૨૪ ના રોજ ગ્રંથાલયમાં ગુજરાતી સાહિત્યના લગતા અને પરીક્ષા લક્ષી સાહિત્ય પુસ્તકોનું પ્રદર્શન વડનગરના ઉભરતા કવિ કવિજાન ના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. ત્યારબાદ શ્રી કવિજાને સાહત્યિક પ્રેરક વકતવ્ય આપી વાચકોને ગ્રંથાલય વધુમાં વધુ ઉપયોગ અર્થે પ્રયત્ન કરેલ. ત્યારબાદ સમગ્ર વર્ષ દરમ્યાન ગ્રંથાલય વાચક સભ્યો એ વાંચેલ પુસ્તકોને ધ્યાને લઇ શ્રેષ્ઠ વાચક તરીકે ૨ વાચક સભ્યો જાહેર કરી પુસ્તક અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવેલ.
તા. ૧૭, નવેમ્બર - ૨૦૨૪ રવિવારના રોજ "આનર્ત પ્રદેશ કવિ સંમેલન" યોજવામાં આવેલ. સદરહુ કવિ સંમેલન વડનગર આર્ટસ & કોમર્સ કોલેજ વડનગરના નિવૃત્ત પ્રનસિપાલ શ્રી રણજીતસિંહ રાઠોડ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવેલ. શ્રી રાઠોડ સાહેબે પ્રેરક વકતવ્ય આપેલ. જે આનર્ત પ્રદેશ કવિ સંમેલનમાં ઉત્તર ગુજરાતના ઉભરતા કુલ -૧૨ જેટલા નામી કવિઓ અને કવયિત્રીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત કવિ અને કવયિત્રીઓનું પુષપગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ. સદરહુ કવિ સંમેલનમાં કવિ અને કવયિત્રીઓએ ગુજરાતી અને હિન્દી ભાષામાં પોતાના સ્વરમાં કંઠસ્થ કાવ્યપઠન કરી ઉપસ્થિત સાહિત્યરસિકોને આનંદવિભોર કરેલ. કાવ્યપઠન બાદ ઉપસ્થિત તમામ કવિ અને કવયત્રીઓને રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ -૨૦૨૪ ઉજવણી નિમિત્તે પારિતોષિક ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. સદરહુ કાર્યક્રમ થી પ્રેરિત થઈ ગ્રંથાલયની સદરહુ આનર્ત કવિ સંમેલનમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, કવિ કવયિત્રીઓ, વાચક સભ્યો, વિદ્યાર્થીઓ, પ્રિન્ટ મિડિયાનો આભાર માની કવિ કવાયત્રિયો સાથે સ્વરૂચી અલ્પાહાર આનંદ માણી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.
સમગ્રતયા કાર્યક્રમ સુંદર આયોજન મદદનીશ ગ્રંથપાલ શ્રી સંજય સોલંકી, કવિ જાન, સાથી સહાયકો અને વાચક મિત્રી દ્વારા રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ -૨૦૨૪ ના કાર્યક્રમો યોજવામાં આવેલ હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.