જામનગરમાં ૧૦૮ ની ટીમ- આરટીઓ અને ટ્રાફિક શાખા દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વર્લ્ડ રિમેમ્બર ડે ની ઉજવણી કરાઈ
જામનગરમાં ૧૦૮ ની ટીમ- આરટીઓ અને ટ્રાફિક શાખા દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વર્લ્ડ રિમેમ્બર ડે ની ઉજવણી કરાઈ
નવેમ્બર માસના ત્રીજા રવિવારેમાર્ગઅકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઇ
લોક જાગૃતિ અર્થે ટ્રાફિક નિયમો પાળવા અને અકસ્માતગ્રસ્ત લોકોની મદદ માટેની પ્રતિજ્ઞા લેવડાવાઈ
જામનગર માં આજે ૧૭ મી નવેમ્બરને રવિવારના દિવસે શહેરની ટ્રાફિક શાખા, આરટીઓ કચેરી અને ૧૦૮ ની ટીમ દ્વારા સંયુક્ત રીતે 'વર્લ્ડ રિમમ્બર ડે' ની ઉજવણી કરવામાં આવી હતી, અને અકસ્માતના મૃત્યુ પામેલા તમામ હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.સમગ્ર વિશ્વમાં નવેમ્બર માસના ત્રીજા રવિવારે વર્લ્ડ રિમેમ્બર ડે ની ઉજવણી કરાય છે, અને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અપાય છે.
જેના ભાગરૂપે જામનગર શહેરમાં મહાનગર પાલિકાની કચેરીના કમ્પાઉન્ડમાં ૧૦૮ ની ટીમના પ્રોગ્રામ ઓફિસર મણવીર ડાંગરનીઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટ્રાફિક શાખા અને આરટીઓ કચેરી ની ટીમ પણ જોડાઈ હતી.૧૦૮ના પ્રોગ્રામ ઓફિસર મણવીર ડાંગર તેમજ આરટીઓના આસી. ઇન્સ્પેક્ટર શુભમ રૂપાણી, અને પૃથ્વી કવાયા, ઉપરાંત ઇમરજન્સી મેનેજમેન્ટના એકઝીક્યુટિવ કિશન વાઢેર ઉપરાંત ટ્રાફિક શાખાનો સ્ટાફ વગેરે જોડાયા હતા, અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.
આ ઉપરાંત માર્ગ અકસ્માત ના બનાવમાં ઇજાગ્રસ્ત બનેલી વ્યક્તિ વગેરેને તાત્કાલિક અસરથી સારવારની જરૂરત હોય તેવા સંજોગોમાં તૂરત જ ૧૦૮ ની ટીમ વગેરેને જાણ કરવા અને લોકોને મદદ કરવા માટે ઉપરાંત લોકજાગૃતિ અર્થે નગરજનોને પ્રતિજ્ઞા લેવડાવી હતી.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.