વિરપુર તાલુકાના દાંતલા ગામે ત્રણ મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો..
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના દાંતલા ગામે ત્રણ જેટલા મકાનમાં આગ લાગ્યાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનો આવી પહોંચી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. સ્થાનિકોના પ્રયાસ છતાં આગ ઉપર કાબુ ન આવતા આખરે મદદ માટે ફાયર બ્રિગેડ કોલ અપાયો હતો ડેભારી ગ્રામ પંચાયતમાં આવેલા દાંતલા ગામના પટેલ ફળીયામાં ત્રણ મકાનોમાં એકાએક સાંજના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે ગણતરીના સમયમાં એ હદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ત્રણેય ઘરની મોટાભાગની ઘરવખરી સહિત ધાસચારો બળીને ખાક થઇ ગઈ હતી. સ્થાનિકોના આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ સફળ ન રહેતા આખરે લુણાવાડાથી ફાયર બ્રિગેડની મદદ માટે કોલ અપાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સ્થાનીકો અનુમાન લગાવાઈ રહ્યું છે. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. લગભગ ત્રણ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી દાંતલા ગામના પટેલ ફળીયામાં આવેલ ભીખાભાઈ મણીભાઈ પટેલ અને સંગીતાબેન રાજેન્દ્રભાઈ પટેલના મકાનમાં એકાએક ચાર વાગ્યાના સુમારે આકસ્મિક આગ લાગી હતી જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક મકાનમાં લાગેલી આગ આસપાસના મકાનોમાં ફેલાઈ હતી જેથી ત્રણ મકાનોને ઝપેટમાં લઈ લીધા હતા. અગનગોળામાં પરિવર્તિત થઈ ગયેલા મકાનોમાં ઘરની ધરવખરી સહિત ધાસચારો સહીત નો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. સ્થાનિકો અનુસાર આગ ખુબ ઝડપથી ફેલાઈ હતી જેના કારણે ઘાસચારો સહિતની ચીજવસ્તુઓ બહાર કાઢી શક્યા ન હતા મકાનમાં આગ લાગ્યાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનો આવી પહોંચી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. સ્થાનિકોના પ્રયાસ છતાં આગ ઉપર કાબુ ન આવતા આખરે ફાયર બ્રિગેડને મદદે બોલાવવામાં આવી હતી અંદાજિત ત્રણ કલાક બાદ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો ગ્રામ પંચાયત તલાટી સહિત સરપંચ ઘટના સ્થળે પોહચી ઘટનાનો પંચકયાસ કરવામાં આવ્યો હતો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.