ચોટીલા તાલુકા કાઠી સમાજ ના હોદ્દેદારો ની વરણી કરાઈ
ચોટીલા ખાતે તાલુકા અને શહેર કાઠી ક્ષત્રિય સમાજની મીટીંગ યોજાઈ હતી. હોટલ સૂરજ ગઢ ખાતે યોજાયેલી મીટિંગમાં સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવતા કાઠી સમાજના સંગઠનની રચના કરવામાં આવી છે.
યુવાનો તેમજ આગેવાનો દ્વારા પ્રમુખ તેમજ અન્ય સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તાલુકા સંગઠનના પ્રમુખ તરીકે રણજીતભાઈ રૂખડભાઇ ધાધલની વરણી કરવામાં આવી છે. જ્યારે ચંદ્રદીપભાઈ જેબલીયા, લઘુભાઈ ધાધલ, અશોકભાઈ બી. ખાચર, મહાવીરભાઈ ખાચર, દિગુભાઈ શેખવા, દીગુભાઈ ધાધલ, રાજુભાઈ સોનારા અને દિપેન્દ્રભાઈ આર. ધાધલની કમિટીના સભ્યો તરીકે વરણી કરાઈ છે.
સમાજના આગેવાનો તેમજ યુવાનોની હાજરીમાં આ તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી. વરણી બાદ સમાજના આગેવાનોએ સંગઠનના નવ નિયુક્ત પ્રમુખ અને અન્ય સભ્યોને ફુલહાર પહેરાવીને શુભકામના પાઠવી હતી.
સંગઠન દ્વારા સમાજ ઉપયોગી અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ કાર્યો કરવામાં આવશે તેમજ અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. સંગઠનના નવનિયુક્ત પ્રમુખ તેમજ કમિટીના સભ્યો દ્વારા ચોટીલા તાલુકાનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંગઠન મજબૂત કરવા માટે આગામી દિવસોમાં તાલુકાના દરેક ગામમાંથી કાઠી ક્ષત્રિય સમાજના વ્યક્તિને સંગઠન સાથે જોડવાના પ્રયાસ કરવામાં આવશે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
જીલ્લો : સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.