નેત્રંગ થી અંકલેશ્વરના બિસ્માર માર્ગને લઈ ઊડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને હાલાકી.
ભરૂચ જિલ્લાના નેત્રંગ થી અંકલેશ્વર સુધી નો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી નહિ શરૂ કરવામાં આવતા આ માર્ગ પર ઊડતી ધૂળને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.ભારે વાહનો સ્પીડમાં પસાર થતા જ ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે.માર્ગ પર ધૂળ ઉડતા વિઝીબલિટી પણ ઓછી થઈ રહી છે જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય એમ નથી. ત્યારે કોંગ્રેસ આગેવાન સેર ખાન પઠાણ બિસ્માર માર્ગને લઈ મેદાને આવ્યા છે અને તાત્કાલિક આ બિસ્માર માર્ગ નું સમારકામ કરવામાં આવે જો તાત્કાલિક કામ શરૂ કરવામાં નહીં આવે તો તમારી કચેરી ને તારા મળતા ખચકશું નહી તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.હવે જોવું રહ્યું કે આ માર્ગ નું કામ શરૂ કરવામાં આવે છે કે નહિ તે તો સમય બતાવશે.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.