વડનગર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો
વડનગર માં કોંગ્રેસ ના સ્નેહમિલન કાર્યક્રમ ભાજપ સરકાર આકરા પ્રહારો કર્યા
વડનગર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ નું સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો. દરેક માનવી નું નવા વર્ષ માં આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે પરમ પિતા પરમેશ્વર ની ઉર્જા ની પ્રાર્થના કરી હતી. આમ જોવા જઇએ તો જોગા નું જોગ વર્ષ માં માત્ર એકવાર કાર્તિક પૂર્ણિમા એ ખલતુ વડનગર હાટકેશ્વર મહાદેવ માં આવેલું કાર્તિક સ્વામી નું મંદિર શુક્રવારે કારતક સુદ પૂર્ણિમા ખુલતાં શિવજી ના પુત્ર કાર્તિકેય સ્વામી(કુમાર સ્વામી)ના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટીયા હતા. અને તેની સાથે વિરોધ પક્ષ ના નેતા અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ અગ્રણીઓ પણ અતરમન થી દર્શન નો લાભ લીધો.
વડનગર માં કોંગ્રેસ ના સેન્હમિલન કાર્યક્રમ માં વિરોધ પક્ષના નેતાએ ભાજપ સરકાર આક્ષેપ કર્યો હતો . કોંગ્રેસ સરકાર જે જે યોજનાઓ લાવી હતી તે તમામ યોજનાઓ ભાજપ સરકાર બંધ કરી રહી છે.ખેડૂતની જમીન ખેડૂત જ ખરીદી શકે તે માટે કોંગ્રેસ ની સરકાર આઠ કિમી નો કાયદો લાવી હતી.પણ ભાજપ ની સરકાર આવતાં જ આ કાયદો રદ કર્યો અને નવી શરત ની જમીન જૂની શરતની જમીન થ ઈ શકે તેવો નિર્ણય કર્યો.
ચાવડા એ વધુ માં જણાવ્યું કે કોંગ્રેસ ના સમય માં જેને જેને નોકરી મળી તેને પેન્શન પણ મળ્યું પેન્શન આપવાનું બંધ કરી દીધું. ગુજરાત ના ગરીબ મધ્યમ વર્ગના લોકો જે મળ્યું કાયદા થી કે યોજના થી બધાનો હિસાબ કરશો તો કોંગ્રેસ ની સરકાર માં જ મળ્યું છે.સમી વિસ્તાર સુધી જે સ્કૂલો કરી છે ડે તેને જમીનનો કાયદો બનાવી ધણો ત્યાં થી જમીન ના માલિક તે પણ કોંગ્રેસ બનાવ્યા. મોંધવારી બેરોજગારી ભષ્ટ્રાચાર દીન પ્રતિ દિન વધી રહી છે. તેની સામે કોઈ બોલતું નથી બધા ડર લાગી રહ્યો છે. તેનું ડર કાઢી નાખવા જોઈએ અને કોંગ્રેસ ના કાર્યકરો ને એવું કહ્યું કે અંદરો અંદર મતભેદ ને બાજુ રાખી ને નવા વર્ષ માં હ્રદયપૂર્વક બધા ભેગા મળીને લડત લડતા હશું સો ટકા લોકો નું જોડાણ થશે. કાર્યકર્તાઓ મતભેદ ભૂલી ને આવનાર દિવસોમાં સો ટકા વડનગર નગરપાલિકા માં સફળતા મળે છે. વડનગર નગરપાલિકાના ચૂંટણી લડવા માટે ખેભે ખભો મિલાવીને ચૂંટણી લડવાની હાકલ કરી હતી
આ પ્રસંગે વડનગર કોંગ્રેસ શહેર પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર, અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયસિંહ ઠાકોર, હસમુખભાઇ ચૌધરી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ , કિર્તી સિંહ ઝાલા પ્રદેશ મહામંત્રી, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ઠાકોર ,રામજી ઠાકોર મુકેશ દેસાઈ, બાબુજી ઠાકોર દિવાનજી ઠાકોર,ચુનાજી ઠાકોર બે તાલુકા ના એટલે કે ખેરાલુ તથા સતલાસણા ના કોંગ્રેસ ના હોદેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજરી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.