જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-અમરેલી “પરિક્રમા મેળા સ્પેશિયલ” ટ્રેનો 17 નવેમ્બરથી દોડશે નહીં
જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-અમરેલી “પરિક્રમા મેળા સ્પેશિયલ” ટ્રેનો 17 નવેમ્બરથી દોડશે નહીં
જૂનાગઢ માં આયોજિત પરિક્રમા મેળાના મુસાફરોની સુવિધા માટે મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે અમરેલી-જૂનાગઢ-અમરેલી અને બ્રોડગેજ સેક્શનમાં જૂનાગઢ અને રાજકોટ વચ્ચે ચલાવવામાં આવી રહેળી જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ “પરિક્રમા મેળા સ્પેશિયલ” ટ્રેનો મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો થતાં રેલવે પ્રશાસન દ્વારા આ ટ્રેનો 17.11.2024 (રવિવાર) થી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમરેલી-જૂનાગઢ-અમરેલી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન 17.11.2024 સુધી દોડવાની હતી, જે અમરેલીથી સવારે 09.00 કલાકે અને જૂનાગઢથી 15.30 કલાકે ઉપડતી હતી. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશને ઉભી રાખવામાં આવતી હતી.
જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ પરિક્રમા મેળા વિશેષ ટ્રેન (09580/09579) 18.11.2024 (સોમવાર) સુધી દોડવાની હતી, જે રાજકોટથી 10.55 કલાકે અને જૂનાગઢથી 13.40 કલાકે ઉપડતી હતી. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશને બંને દિશામાં ઉભી રાખવામાં આવતી હતી.
માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.