શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતી માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન કામગીરી માટે સુવિધા પૂરી પાડવામાં આવી. - At This Time

શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતી માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન કામગીરી માટે સુવિધા પૂરી પાડવામાં આવી.


સમગ્ર ગુજરાતમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરી છે ત્યારથી સમગ્ર ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ ટેટ વન અને ટુ માં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ આજે ગુજરાતના સમગ્ર જિલ્લામાં આવેલ છે ત્યાં શિક્ષણ કચેરીઓમાં પોતાના ફોર્મ તથા માર્કશીટ વેરીફાઈ કરાવવા માટે મોટી મોટી લાંબી કતારો માં લાઈનમાં ઊભા છે ત્યારે તેવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા પાણીની તથા બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે ત્યારે આવા વિદ્યાર્થીઓમાં અમુક મહિલાઓ પોતાના નાના બાળકોને લઈને પણ આવે છે અને પોતાના વાલીઓને પણ લઈને આવેલા લાઈનમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ખાતા દ્વારા ચાર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તેમાં વિષય વાઈઝ પોતાના ડોક્યુમેન્ટસની ચકાસણી કરવામાં આવે છે જ્યારે ઓનલાઇન પણ અથવા ઓફલાઈન પણ હોય તો પણ તેને કાળજીપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે અને કોઈ ઉમેદવારો ને કોઈપણ જાતની તકલીફ હોય તો પણ તેનું ડીપીઓ અથવા તો નાયબ ડીપીઓ દ્વારા તેનું સારી રીતે નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને આવા ઉમેદવારોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
બાઈટ - શૈલેષ પટેલ (નાયબ ડીપીઓ)
અરવલ્લી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.