હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ
*હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ*
****
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લામાં કટોકટીની પરિસ્થિતિઓમાં ઝડપથી અને કાર્યક્ષમ રીતે પ્રતિસાદ મળી રહે તે માટે વિવિધ વિભાગે લેવાના થતા તાત્કાલિક પગલાંઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે કટોકટી સ્થિતિઓના પરિપ્રેક્ષ્યમાં તાત્કાલિક કાર્યપદ્ધતિ અને રિસ્પોન્સ સમય ઘટાડવા માટે ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વિવિધ એજન્સીઓ અને સરકારી વિભાગો વચ્ચે વધુ મજબૂત સમન્વય સ્થાપિત થાય તેમજ ક્રાઇસીસ સમયે પૂરતા પ્રમાણમાં જરૂરી સાધનો છે કે કેમ તે અંગે ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં જીલ્લા પોલીસ વડાશ્રી વિજયભાઈ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.