પોલીસ જાપ્તામાંથી પોક્સોનો આરોપી ફરાર હિંમતનગરમાં મહિલા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી જતાં કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ. - At This Time

પોલીસ જાપ્તામાંથી પોક્સોનો આરોપી ફરાર હિંમતનગરમાં મહિલા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી જતાં કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ.


પોલીસ જાપ્તામાંથી પોક્સોનો આરોપી ફરાર:
હિંમતનગરમાં મહિલા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી જતાં કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ.

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન.ની હદમાં આવેલા. મહિલા પોલીસ સ્ટેશનમાંથી ત્રણ દિવસ અગાઉ. દુષ્કર્મના કેસમાં એક સગીરને ગાંભોઇ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ તપાસ કરાવવા માટે લઇ જઇ રહ્યા હતા.

ત્યારે અચાનક પોલીસની નજર ચૂકવીને આ સગીર શકમંદ ભાગી ગયો હતો.
ત્યાર બાદ પોલીસે
તેની શોધખોળ કરવા છતાં મળી ન આવતાં. આખરે ગુરૂવારે રાત્રે પોક્સોનો ફરાર આરોપી અને પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના આનંદપુરી તાલુકાના. એક ગામના 16 વર્ષના સગીર સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા પોક્સો એક્ટ મુજબ તેની અટકાયત કરાઇ હતી.
ત્યાર બાદ ગત તા.12 નવેમ્બરના રોજ સાંજના સુમારે તેને મેડીકલ ચેકઅપ માટે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા. રજનીકાન્ત ખેમચંદભાઇ લઇ જઇ રહ્યા હતા.
ત્યારે આ સગીર મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસને થાપ આપીને ભાગી ગયો હતો.
ત્યાર બાદ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. અને તપાસનો દોર આરંભાયો હતો.
તેમ છતાં પોક્સોનો સગીર આરોપી પકડાયો ન હતો.

આખરે ગુરુવારે રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા. P I શોભાબેન બાબુભાઇ ચૌધરી.એ પોક્સોના આરોપી અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા. રજનીકાન્ત વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એડિટર ઝાકીર હુસેન મેમણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.