વીજચોરો સામે તંત્રની લાલ આંખ: જીયુવીએનએલ વિજીલન્સ ટીમ તેમજ પીજીવીસીએલ, બોટાદ જિલ્લામાં વ્યાપક વીજ ચેકિંગ - At This Time

વીજચોરો સામે તંત્રની લાલ આંખ: જીયુવીએનએલ વિજીલન્સ ટીમ તેમજ પીજીવીસીએલ, બોટાદ જિલ્લામાં વ્યાપક વીજ ચેકિંગ


(અસરફ જાંગડ દ્વારા)
વડોદરાથી વિજીલન્સ ડીપાર્ટમેન્ટના વડા ADGP રાજકુમાર પાંડયનની આગેવાની તેમજ સીધી દેખરેખ હેઠળ બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ ઈજનેરોની કુલ-૧૪ ટુકડીઓ દ્વારા વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરી કરવામાં આવ્યું હતું. વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જિલ્લામાં જુદી જુદી બરવાળા, પાળીયાદ, ઢસા, પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ઔદ્યોગિક તેમજ વાણીજ્ય વીજજોડાણો જેવા કે હાઈવે હોટેલ, રેતી ધોવાના પ્લાન્ટ, રેસ્ટોરેન્ટ જેવા વીજજોડાણોને જીયુવીએનએલ પોલીસ સાથે રાખીને ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૬ જેટલા વીજજોડણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ. ૧.૦૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેથી વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. અધિક્ષક ઇજનેર દ્વારા બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.