ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાનો છઠ્ઠો વાર્ષિકોત્સવ અન્નકુટ અને ગાયત્રી મહાયજ્ઞ સાથે ઉજવાયો. - At This Time

ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાનો છઠ્ઠો વાર્ષિકોત્સવ અન્નકુટ અને ગાયત્રી મહાયજ્ઞ સાથે ઉજવાયો.


દેવદિવાળી ઉત્સાહભેર ઉજવાઈ ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રે દેવદિવાળી સાથે વાર્ષિકોત્સવ મનાવ્યો. અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર મોડાસામાં છ વર્ષ અગાઉ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજીના સ્વહસ્તે ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારબાદ આ જન જાગૃતિ કેન્દ્ર આધ્યાત્મિકતા તેમજ અનેક રચનાત્મક ગતિવિધિઓ સાથે સક્રિય રહ્યું છે. જન માનસમાં માનવ સેવાની ભાવના જાગૃત થાય તે માટે અનેક પ્રકારના આંદોલન સમગ્ર મોડાસા તેમજ આસપાસના ગામોમાં ચલાવી રહ્યું છે. આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર , પર્યાવરણ બચાવ, વૃક્ષ ગંગા અભિયાન, યુવા જાગૃતિ, નારી જાગરણ, બાળ સંસ્કાર કેન્દ્રો, નશા મુક્તિ, સ્વચ્છતા જાગૃતિ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન વિસ્તાર , બાળકોમાં કૌશલ્ય વિકાસ તેમજ વાયુ પ્રદૂષણ મુક્ત હેતું ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી દ્વારા ગામેગામ સામુહિક યજ્ઞ તેમજ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન ચલાવવામાં આવે છે.
આ ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠાને આ દેવ દિવાળી પર છ વર્ષ પૂર્ણ થતાં હોઈ વાર્ષિકોત્સવ ઉજવણીનો કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં ૧૫ નવેમ્બર દેવદિવાળીના રોજ અન્નકુટ દર્શન અને ગાયત્રી મહાયજ્ઞ આયોજન થયું. આજના આ યજ્ઞમાં સૌએ પવિત્ર પૂજન સાથે આહુતિઓ અર્પણ કરી ગાયત્રી ચેતના કેન્દ્રની તમામ સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓમાં સક્રિય સહભાગી બનવા સંકલ્પ લીધા.
આજ દેવદિવાળી તેમજ વાર્ષિકોત્સવ પર સૌ સાધકોએ ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવીને ગાયત્રી ચેતના કેન્દ્ર પર અન્નકુટ દર્શનનું આયોજન કર્યુ. સૌ પ્રસાદનો થાળ ગાઈ સામુહિક આરતી ઉતારી ભાવવિભોર થયા. મોડાસા સહિત ગામેગામથી સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા આજના અન્નકુટ દર્શનના લાભાન્વિત થયા. બપોરે સ્નેહ સંમેલનનું આયોજન થયેલ જેમાં વર્ષ દરમિયાન વિશેષ રચનાત્મક, સાધનાત્મક તેમજ સુધારાત્મક ગતિવિધિઓ વધુ વેગવાન બનાવવા ચિન્તન મંથન કરવામાં આવ્યું. સાંજે સામુહિક આરતી- દિપોત્સવ સાથે સમાપન થયું.આ ભવ્ય આયોજનને સફળ બનાવવા ગાયત્રી સાધક ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.