ગાજણમાં પાણીની ઓવરહેડ ટાંકી શોભાના ગાંઠીયારૂપ.
ગાજણમાં પાણીની ઓવરહેડ ટાંકી શોભાના ગાંઠીયારૂપ, ૮ વર્ષથી જલધારા યોજનાની ટાંકીમાં જલ નથી
સરકાર પીવાના પાણીની જરૂરિયાત માટે નલ સે જલ યોજના ચલાવી રહી છે ત્યારે મોડાસા તાલુકાના ગાજણ ગામે જલધારા યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલી ઓવર હેડ ટાંકી ૮ વર્ષથી શોભાનો ગાંઠીયો બની છે.જલધારા યોજનાની ટાંકીમાં જલ ન હોવાથી સરકારના લાખો રૂપિયા વેડફાયા છે.
પાણી પુરવઠાની યોજનાઓ બને છે પણ તેનો હેતુ સિદ્ધ થતો નથી એટલે પાણીની ટાંકીના બદલે પ્રજાની આંખમાં પાણી આવતાં હોય છે. ગાજાણ ગામે તેનો નમૂનો ૮ વર્ષથી ઊભો છે.સરકારે પાણી માટે ઓવર હેડ ટાંકી માટે ભંડોળ ફાળવ્યું અને વર્ષ ૨૦૧૬માં કામ પૂર્ણ થયું પણ હજુ સુધી ટાંકીમાં પાણી ભરાયુ નથી.જવાબદાર તંત્ર જાણે ઓવર હેડ ટાંકી ક્યારે જર્જરિત થાય એની રાહ જોતું હોય એવી સ્થિતિ છે અને પ્રજા પાણી માટે ટાંકી ભરાય તેવો પોકાર કરી રહી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.