રાજકોટમાં બિગબજાર પાસે ટ્રકચાલક બેકાબુ બન્યો : દસેક વાહનોનો કડુસલો બોલાવી દીધો - At This Time

રાજકોટમાં બિગબજાર પાસે ટ્રકચાલક બેકાબુ બન્યો : દસેક વાહનોનો કડુસલો બોલાવી દીધો


શહેરમાં 150 ફૂટ રિંગરોડ પર ભારે વાહનોને પ્રતિબંધનું પોલીસ કમિશ્નરનું જાહેરનામું હોવાં છતાં બેરોકટોક ટ્રક સહિતના ભારે વાહનો શહેરમાં દોડી રહ્યાં છે અને લોકોના જીવ સાથે રમત રમી રહ્યાં છે. અનેકવાર જીવલેણ અકસ્માતના બનાવો સામે આવી ચુક્યા છે, પરંતુ પોલીસ મુકપ્રેક્ષક બની રહી છે.
ત્યારે ગઈકાલે રાજકોટમાં બિગ બજાર પાસે ટ્રક ચાલક બેકાબુ બન્યો હતો અને દસેક વાહનોનોને હડફેટે લઈ કડુચલો બોલાવી દિધો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતાં માનવ હેમરાજભાઈ ધોલીયા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે સાંજના પાંચેક વાગ્યાના પોતાનું બાઈક લઇ 150 ફૂટ રિંગરોડ પર બિગ બજાર સામે આવેલ ઇમ્પીરીયલ હાઇટસમાં કામથી ગયેલ હતો. તેને પોતાનું બાઈક ઈમ્પીરીયલ હાઇટસની દિવાલ પાસે પાર્ક કરી ઇમ્પીરીયલ બિલ્ડીંગમા અંદર ગયેલ.
થોડી વાર બાદ બહાર આવતા એક ટ્રક નં. જીજે-03-એચઈ-2353 નો ચાલક ટ્રક પુરપાટ ઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી ઘસી આવેલ અને તેમનું પાર્ક કરેલ બાઈક અને અન્ય વાહનોને હડફેટે લઇ દીવાલમા ટ્રક ભટકાવી દીધેલ હતો.
જે મામલે ફરિયાદીએ 100 નંબરમાં કોલ કરી પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.