વેરાવળ-પ્રભાસ પાટણમાં 555મી ગુરૂનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ, પ્રભાત ફેરી, લંગરપ્રસાદ તેમજ શોભાયાત્રા યોજાઇ - At This Time

વેરાવળ-પ્રભાસ પાટણમાં 555મી ગુરૂનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ, પ્રભાત ફેરી, લંગરપ્રસાદ તેમજ શોભાયાત્રા યોજાઇ


વેરાવળ-પ્રભાસ પાટણમાં 555મી ગુરૂનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ, પ્રભાત ફેરી, લંગરપ્રસાદ તેમજ શોભાયાત્રા યોજાઇ

કીર્તન સમાગમ, ભોગ સાહેબ, સહિતના કાર્યક્રમો યોજાયા:રાત્રે દીપમાલા સાથે નગરકીર્તન બાદ જય જયકાર સાથે ભવ્ય ઉજવણી

વેરાવળમાં 555મી ગુરૂનાનક જયંતીની શુક્રવારે તા. 15 મી એ ભવ્ય ઉજવણી કરાઇ હતી. વેરાવળમાં વહેલી સવારે 5:15 કલાકે ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારા થી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન સમાગમ, ત્યારબાદ ભોગ સાહેબ, બપોરે સમૂહ લંગર પ્રસાદ, શોભાયાત્રા શહેરના ટાવર ચોક, લીલાશાહ નગર, અંબાજી મંદિર રોડ, ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારા, બજરંગ સોસાયટી, 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ થઈ, ગુરૂનાનક ચોક, બિહારીનગર થઈ કરમચંદ બાપા ચોક સહિતના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળી હતી. ઉપરાંત રાત્રે 11 કલાકે ગુરૂ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય દીપમાલા સાથે વિશેષ નગરકીર્તન યોજાયા બાદ રાત્રે સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે વિવિધ સ્પર્ધાઓ, "ગુરૂ જો સચો સોદો" થીમ પર બાળકોનું નાટક, રાત્રે 1:20 કલાકે જયજયકાર સાથે ગુરૂનાનક દેવના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંધી સમુદાયના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

પ્રભાસ પાટણમાં પણ સિંધી સમાજ દ્વારા સવારે 5 કલાકે સિંધી સોસાયટી બાયપાસ ખાતે થી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું જે વેણેસ્વર સોસાયટી, રામરાખ ચોક, મેઈન બજાર, દરજીવાડા થઈ ચોગાન ચોક ખાતે પૂર્ણાહુતિ થઈ હતી, ત્યારબાદ 11 કલાકે ભોગ સાહેબ, બપોરે સમૂહ ભંડારો, સાંજે 5 કલાકે ચોગાન ચોક ગુરૂદ્વારા થી શોભાયાત્રા યોજાઈ હતી. રાત્રે 1:20 કલાકે જયજયકાર સાથે ગુરૂનાનક દેવ જી નાં અવતાર દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.