એ.ડિવિઝનના બે કોન્સ્ટેબલે રૂ.30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ - At This Time

એ.ડિવિઝનના બે કોન્સ્ટેબલે રૂ.30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ


શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતા અશ્વિનભાઇએ લીંબડીમાં આપઘાત કરી લીધો હતો. આ કેસમાં લીંબડી પોલીસે રાજકોટના ચાર સોની વેપારી ધર્મેશ પારેખ, અતુલ પારેખ, મનોજ અને વિવેક ઉર્ફે ભુવો વિનુ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.

દરમિયાન શુક્રવારે મૃતક અશ્વિનભાઇના પુત્ર હિરેન અને ભાઇ જેશભાઇ આડેસરા મીડિયા સમક્ષ આવ્યા હતા તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા, બંનેએ કહ્યું હતું કે, ઉપરોક્ત ચાર આરોપીએ અગાઉ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અશ્વિનભાઇ અને હિરેન આડેસરા સામે અરજી કરી હતી, અરજીના આધારે ડી.સ્ટાફના કિશન આહીર બંનેને પોલીસ મથકે ઉઠાવી ગયા હતા અને ત્યાં બંને પિતા-પુત્રને મારકૂટ કરી ધમકાવ્યા હતા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાએ પણ બેરહેમીથી મારમાર્યો હતો અને અશ્વિનભાઇ, તેના પુત્ર અને કારીગરને ધમકાવી રૂ.30 લાખનું સોનું પડાવ્યું હતું, બંને પોલીસમેને ચારેય આરોપીઓનો હવાલો લઇ લૂંટ ચલાવ્યાનો પણ આક્ષેપ આડેસરા પરિવાર દ્વારા કરાયો હતો, બંને પોલીસ કર્મચારી સામે ખાતાકીય તપાસ શરૂ થયાના નિર્દેશો મળ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.